ભરમ
મને થોડું હસીને લોકોને મળતી જોઈને
તેં પૂછ્યું…યાદ કરે છે હજુ કે ભૂલી ગઈ?
મારી આંખોમાં અસમંજસ જોઈ…
તેં ખુશ થઈ ને કહ્યું…ચાલ સારું થયું
ભૂતકાળ હતું, ભૂલાઈ ગયું.
જો… એમ જ જીવનમાં આગળ વધાય..
પણ સાચું કહું, તારા એ શબ્દોથી
હૃદયમાં તીણી શૂળ ભોકાઈ’તી
કેવી રીતે કહું તને?
તું અજાણ્યો થાય ને મારાથી દુર જાય.
મારાથી ક્યાં જવાય છે?
યાદ એને જ કરાય જે કદી ભૂલાય છે
મારા તો શ્વાસ પણ તારા નામથી લેવાય છે.
અરે… હવે તો કાગળ પર તારી યાદ લખું તો
એનીય આંખ ભીની થાય છે
શબ્દો પર ઉદાસી છવાઈ જાય છે
તને ખબર છે…
તારી આસપાસની હવા ભીની શાને થાય છે?
એમાં મારી આંખનો ભેજ ભળી જાય છે
મારી તડપ ને વેદના એનેય વર્તાય છે
અને તું…એક હાસ્ય જોઈને છેતરાઈ ગયો!
પણ જવા દે ને તને નહિ સમજાય
સ્વાર્થના ચશ્માં પહેર્યા પછી…
આમેય બધું ધૂંધળું જ દેખાય છે
ચાલ તું તારા ભરમમાં ખુશ ને… હું મારા.
દીપા સેવક
ન હું તને જાણું છું ન તું મને જાણે છે,
અટવાયા છે બંને ભરમમાં હું જાણું છું.
ઉર્મિ સાગર
તારી આસપાસની હવા ભીની શાને થાય છે?
એમાં મારી આંખનો ભેજ ભળી જાય છે
વાહ વાહ ! બહુ સરસ કલ્પના !
LikeLike
By: P.K.Davda on જાન્યુઆરી 19, 2015
at 9:43 પી એમ(pm)
બહુ સરસ, “ભરમ.”
સરયૂ
LikeLike
By: Saryu Parikh on જાન્યુઆરી 18, 2015
at 6:03 પી એમ(pm)
મુક્તક અને કાવ્ય બન્ને સરસ ! આભાર. – જુ.
LikeLike
By: jugalkishor on જાન્યુઆરી 16, 2015
at 7:51 પી એમ(pm)
સ્વાર્થના ચશ્માં પહેર્યા પછી…
આમેય બધું ધૂંધળું જ દેખાય છે
ચાલ તું તારા ભરમમાં ખુશ ને… હું મારા.
દીપા સેવક
Chandravadan
http://www.chandrpukar.wordpress.com
Avjo..Hope to see you @ Chandrapukar !
LikeLike
By: chandravadan on જાન્યુઆરી 16, 2015
at 7:08 પી એમ(pm)