સથવારો
મુગ્ધાવસ્થાની અનેક પ્રતીક્ષાને સાચી ઠેરવી તમે
ફાગણના ફાગ ખેલી, મારી દૃષ્ટિ દિશા ફેરવી તમે
ને થયું મારું જીવન ફૂલગુલાબી એક તમારે સથવારે
કાઢ્યા દિવસો વિપત્તિના, ઉજ્જવળ ભવિષ્યના સ્વપ્નાએ
સીવ્યા ફાટેલાં જીવતર હરરોજ તમે, આશાના બખિયાએ
ખાળ્યા તોફાનો અનેક મધદરિયે ધૈર્યથી તમારે સથવારે
નિભાવ્યા સર્વે સંબંધો નિષ્પક્ષ, ફરજ સમજી પોતાની
ક્યાંક મળ્યો જશ, ને ક્યાંક લાગણી અવગણનાની
તોયે કમળ જેમ રહ્યા નિર્લેપ સદા તમારા સથવારે
બની હિજરતી, હંકારી જીવનનૌકા, આવ્યા ધ્રુવ પ્રદેશે
નીકળી મૃગજળી માયા મહેલની, લીધી કેદ હિમક્ષેત્રે
છતાં જીવન સંગ્રામ બન્યો હર્યોભર્યો તમારા સથવારે
વરસો પુરાણી આ બેલડી આપણી તમારા સથવારે
શોધે કદિક એ સમજણની તાપણી ઉભયના સથવારે
અરજ એટલી અજર રહે જોડી સદા પરસ્પરના સથવારે
રાજેષ પટેલ
મને થતું : ઢળી પડીશ હું અમુક શ્વાસમાં
ભલું થયું, તમે મને મળી ગયાં પ્રવાસમાં !
ગની દહીંવાલા
મને થતું : ઢળી પડીશ હું અમુક શ્વાસમાં
ભલું થયું, તમે મને મળી ગયાં પ્રવાસમાં ! wonderful
LikeLiked by 1 person
By: smdave1940 on ફેબ્રુવારી 9, 2015
at 7:47 પી એમ(pm)
અરજ એટલી અજર રહે જોડી સદા પરસ્પરના સથવારે
સથવારો તો આવોજ હોવો જોઈએ. આદર્શ સથવારાને સરસ રીતે કાવ્યમાં ગૂંથી લીધું!
LikeLike
By: Raksha Patel on ફેબ્રુવારી 8, 2015
at 9:01 પી એમ(pm)
nice, thanks
LikeLike
By: mera tufan on ફેબ્રુવારી 7, 2015
at 4:31 પી એમ(pm)