સંબંધો જડે છે કેટલાં?
માણસો ટોળે વળે છે કેટલાં!
એમ સંબંધો જડે છે કેટલાં?
સૂચનો લોકો કરે છે એટલાં
વાત મારી સાંભળે છે કેટલાં?
એ ઠઠ્ઠાખોરી હસાવે મંડળી
પંડની હાંસી ગળે છે કેટલાં?
ઓ નસીહત આપનારા તારલા
મયકદામાં જો, ખરે છે કેટલાં?
ક્યાં ખુદાઈ છે અને છે પાક ક્યાં
પણ ખુદા જાતે બને છે કેટલાં?
હોય જો બે ચાર વાતો તો કહું
પણ કિસ્સા તો જીવને છે કેટલાં?
હું હજી તો શ્વસતો છું બાપલા!
વારસો મારા લડે છે કેટલાં?
આજ મારે કાજ કૂટે સ્વજનો
કાલ ઊઠી સ્મરણે છે કેટલાં?
આમ તો મોટા બધા છે મારથી
શોધ, તો જોવા મળે છે કેટલાં?
કિશોર પટેલ
જીવ્યાનો અર્થ શું – ।
‘હોવું ગળાય’, છે?
ગુંજન ગાંધી
વાહહહહ સુંદર ગઝલ
LikeLike
By: Ashok Vavadiya on મે 22, 2015
at 12:15 એ એમ (am)
facts of parampara
LikeLike
By: Mera Tufan on માર્ચ 27, 2015
at 10:32 પી એમ(pm)
આંતરિક વ્યથાની ગઝલ… વેદના સહજ ઉજાગર થઈ છે..
LikeLike
By: અશોક જાની 'આનંદ' on માર્ચ 25, 2015
at 10:47 પી એમ(pm)
સરસ ગઝલ
LikeLike
By: sapana53 on માર્ચ 25, 2015
at 10:23 પી એમ(pm)
બહુ માર્મિક અને વાસ્તવિક ગઝલ. બહુ ગમી. મારા દિલી અભિનંદન
LikeLike
By: kishore modi on માર્ચ 24, 2015
at 10:35 એ એમ (am)
Nice one
LikeLike
By: nilam doshi on માર્ચ 24, 2015
at 12:00 એ એમ (am)