બીજી મે ૧૯૯૮
રે વર્તમાન,
થંભી જજે, થંભી જજે!
ઘડીક તું આજના અમ શુભદિને
કે માણી રહીએ પ્રત્યેક પલ પલને
સુદીર્ઘ બનાવી
કે માણી લઈએ પ્રત્યેક ક્ષણને
અમ સ્મરણીય રીતે
ને પછી
તુજ કાલ કેરા પ્રવાહે
સાથોસાથ ભીડી બાથ, વીંટળાઈ હાથ,
એકમેકમાં લીન
ડુબાડી દેજે તુજ કાલ કેરા ઊછળતા ઓઘમાં,
અમ બંનેના શેષ રહેલા
પુન્યના વરદાનમાં
શેની ઓછપ, શેની ઊણપ
હોય તુજ સામર્થ્યશાલી હસ્તમાં!
આટલું તો નિશ્ચિત અર્પી દેજે
અમારા જીવન-સંધ્યા કાળમાં.
મધુરી ધનિક
દામ્પત્યની એ સુણી સ્નેહગાથા
હુંયે ચહું અન્ય ઉરે ગૂંથાવા.
-રહું વિમાસી ઘડી એક હાવાં:
વ્હેવું જગે એકલ, સાથમાં વા ?
ઉમાશંકર જોશી
મધુરી ધનિકની રચના બહુ ગમી.
“માણી રહીએ પ્રત્યેક પલ પલને
સુદીર્ઘ બનાવી
કે માણી લઈએ પ્રત્યેક ક્ષણને
અમ સ્મરણીય રીતે” સરસ. સરયૂ પરીખ
LikeLike
By: SARYU PARIKH on સપ્ટેમ્બર 14, 2015
at 2:11 પી એમ(pm)