ટોરાંટો કેનેડાની પ્રથમ સાહિત્ય સંસ્થા ‘શબ્દ્સેતુ’ ના સભ્યો તથા વાચકોને આનંદ તથા ગૌરવની લાગણીનો અનુભવ કરાવે તેવી ઘટના આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં મુંબઈમાં સંપન્ન થઈ. ટોરાંટોમાં રહેતાં અને ‘શબ્દસેતુ’ સંસ્થાના સભ્ય સ્મિતાબેન ભાગવતની ‘સાવન ઘન બરસે’ મરાઠી નવલકથાનું મહારાષ્ટ્ર રાજ્ય શાસને ૨૦૧૪ ની સર્વોત્કૃષ્ટ સાહિત્યકૃતી ગણાવીને ગૌરવ કર્યું. એક લાખ રુપિયા નગદ અને સ્મૃતિચિન્હ એવું આ પુરસ્કારનું સ્વરુપ છે.
ઇતિહાસમાં અકબરનાં સરદારોએ કાવતરુ ઘડી તાનસેનને દીપક રાગ ગાવા મજબૂર કર્યાની તથા તેથી તેને અસહ્ય દેહદાહ ઊપડ્યાની વાત છે. એ પ્રકારનાં દેહદાહનું શમન કેવળ મેઘમલ્હાર ગાઈને વરસાવેલ વરસાદ જ કરી શકે છે. એવો સમર્થ ગાયક ન મળે તો રોગી અસહ્ય દાહ જીરવવામાં નિષ્ફળ નિવડી મરણશરણ થાય છે. અણીનાં સમયે ગુજરાતની કન્યાઓએ મેઘમલ્હાર ગાઈ તાનસેનને જીવનદાન બક્ષ્યું. એ કન્યાઓ ભક્તશ્રેષ્ઠ નરસિંહ મહેતાની કન્યા કુવંરબાઈની દૌહિત્રી અને વડગરનાં મંડલેશ્વરની સ્નુષાઓ હતી. ઘણાં વર્ષો સુધી ઐતિહાસિક તથ્યોનુ સંશોધન કરી સ્મિતાબેને ‘સાવન ઘન બરસે’ મહાનવલકથાનું નિર્માણ કર્યું છે. તેમાં એ ઐતિહાસિક ઘટનાનું સાર્થ નિરુપણ પ્રાપ્ત થવા ઉપરાંત ગુજરાતની ભાતીગળ સંસ્કૃતી, નાગરો, સોમનાથ મંદિર તથા વડનગરનાં હટકેશ્વરને લગતી ઘણી મૌલિક માહિતી રસિલી ભાષામાં રજૂ થઈ છે.
આ પુરસ્કાર પહેલાં સ્મિતાબેને ૩૭ અન્ય પુરસ્કાર પ્રાપ્ત કર્યા છે. તેમાં ગુજરાત તથા મહારાષ્ટ્ર રાજ્યનાં પુરસ્કારોનો સમાવેશ થાય છે. ‘ભગિની નિવેદિતા’ (ગુજરાતી સાહિત્ય પરિષદ) તથા‘ડૉ. રાજા રામમોહન રૉય ટ્રસ્ટ કલકત્તા’ એ બક્ષેલ પુરસ્કારોનો તેમાં ખાસ ઉલ્લેખ કરવો પડે. ગુજરાતમાં મરાઠી ઘરમાં જન્મેલ સ્મિતાબેન મરાઠી અને ગુજરાતી ભાષામાં સરખી સહજતાથી વ્યક્ત થાય છે. બન્ને ભાષામાં તેમણે નરેશ મહારાજા સયાજીરાવ (ત્રીજા) ગાયકવાડના ચરિત્રગ્રંથનું લખાણ કર્યું હતું અને બન્ને ભાષાનાં એ ચરિત્રગ્રંથો મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્ય પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. મરાઠીમાં તેમને વીસમી સદીનાં નવમાં દશકનાં પ્રૉમિસિંગ નૉવેલિસ્ટ ઑફ ડેકેડ (દશકનાં આશાસ્પદ નવલકથાકાર) તરીકે નવાજવામાં આવ્યા હતા.
મરાઠી અને ગુજરાતી ઉપરાંત હિંદી અને અંગ્રેજીમાં ય તેઓ લખે છે. તેમનાં નામે ૩૦ ગુજરાતી અને ૨૩ મરાઠી પુસ્તકો તથા અનેક હિંદી અને અંગ્રેજી લેખો જમા છે. ગુજરાત, મહારાષ્ટ્ર, કેનેડા, ફ્રાન્સ તથા અમેરિકામાં તેમણે બે હજારથી વધુ સમસ્યાગ્રસ્ત લોકોને કુટુંબ સમુપદેશન (ફેમિલી કાઉન્સેલિંગ) પૂરું પાડ્યું છે. ફ્રાન્સમાં ‘રોલ ઑફ કાઉન્સેલિંગ ઇન ડિક્રિજિંગ પર્સેંટેજ ઑફ ડિવોર્સિસ’ વિષે વિચાર રજૂ કરવા માટે તેમને નિમંત્રિત કરવામાં આવ્યા હતા. (૧૯૮૭). એ જ અરસામાં એમણે ઑક્સફર્ડની ફેમિનિસ્ટ વિંગમાં સમુપદેશનનાં સંદર્ભમાં એક લેક્ચર અને બે ફ્લોઅર ડિસ્કશન્સમાં (વાર્તાલાપ) ભાગ લીધો હતો. કેનડાની W ચૅનલપર Tell a tale like it is પ્રકલ્પમાં અડધો કલાક સત્યઘટના પર આધારીત પ્રસંગ કહેનાર તેઓ પહેલાં એશિયન છે (સપ્ટેમ્બર ૨૦૦૩). World Cat Identities માં તેમની ૨૨ ગુજરાતી, ૧૧ મરાઠી, ૭ અંગ્રેજી તથા ૩ હિંદી સાહિત્યકૃતીઓનો સમાવેશ થયો છે. તેમની સમગ્ર સાહિત્યયાત્રા વિષે ‘શબ્દસેતુ’ સંસ્થા ગૌરવ અનુભવે છે. ભવિષ્યમાં તેમનાં હસ્તે હજુ ઘણું લખાણ થતુ રહે અને તેઓ લોકોમાં આનંદનું પ્રસારણ કરતાં રહે, એ જ અભ્યર્થના.
શબ્દ્સેતુ
મંઝિલને ઢૂંઢવા દિશાઓ કપરી જવું પડે,
છોડી જૂનું વતન નવી નગરી જવું પડે.
રવિ ઉપાધ્યાય
સ્મિતાબેન,
પુરસ્કાર માટે તમને ખુબ ખુબ અભિનંદન….
LikeLike
By: મનસુખલાલ ગાંધી, U.S.A. on જૂન 6, 2016
at 8:23 પી એમ(pm)
Thanks Smita Bhagawat for your many contributions, and congrats for awards. Short story written here greatly describes your dedication to Indian literature. Thanks.
LikeLike
By: MERA TUFAN on માર્ચ 21, 2016
at 10:41 પી એમ(pm)
Thank u very much.
LikeLike
By: Smita Bhagwat on એપ્રિલ 9, 2016
at 2:25 પી એમ(pm)