3 જૂન! ડૉ. જૅક કેવોર્કિયનનો (Jack Kevorkian) પાચમો સ્મૃતિદિન!
જૂન ૩, ૨૦૧૧ના રોજ રૉયલ ઓક, મિશિગનની બ્યૂમોન્ટ હૉસ્પિટલમાં તેમનું અવસાન થયું. તેમને લિવરનું કૅન્સર હતું. પણ કિડની અને હાર્ટની સમસ્યા માટે તે મે ૧૮, ૨૦૧૧ ના રોજ હૉસ્પિટલમાં દાખલ થયા હતા. ભારતમાં અચાનક દુરદર્શન ટીવી તથા અખબારોએ પલ્મનરી વેનમાં લોહીની ગાંઠ અટકવાથી તેમનુ અવસાન થયાનાં સમાચાર આપ્યા. મૃત્યુ શંકાસ્પદ હોવાની શક્યતા સાથે! તેમનાં કાર્ય તથા જીવનપ્રણાલીને કારણે શંકામાં તથ્ય જણાતું હતું. જુલાઈ-ઑગસ્ટ માસ પત્યાં પછીય દૂરદર્શન ટીવી અને અખબારોમાં શંકાસ્પદ મરણની ચર્ચા ચાલતી રહી. જાણકારો મરણ ફેફસામાં અટકેલ પરપોટાને (Air bubble) કારણે (Pulmonary embolism) થયું એમ કહેતા હતા. એમણે જ નસમાં પરપોટો ઇંજેક્ટ કર્યાની શંકા સાથે! જૅકની વિચારશૈલી અને કાર્ય એમ હોવાની શક્યતાને બહાલી આપે છે.
પોતાનાં અભિપ્રાયને વળગી રહેવાની તેમની મક્કમતાને સમાજે ગુનો ગણાવી તેમને બહુ તકલીફ પહોચાડી. એમનાં કાર્યમાટે મનમાં અખૂટ આદર હોવાથી તે જેલમાંથી છૂટ્યા ત્યારે મેં એમની ફોનપર મુલાકાત લઈ મરાઠીમાં છપાવી હતી. તેમનાં પાચમાં સ્મૃતિદિને માનવંદનારુપે એ મુલાકાતની આછી તાસીર રજૂ કરવાનું વિચાર્યું.
યુ.એસ.એ.ના પોન્ટિયાક, મિશિગનમાં મે ૨૬, ૧૯૨૮ રોજ જૅક કેવોર્કિયનનો જન્મ થયો. બુદ્ધિશાળી હોવાથી તે ડૉક્ટર બન્યા. સામાન્યોથી તેઓ બિલકુલ વેગળાં હતા. ડૉક્ટરની સમૃદ્ધ જીવનશૈલીનો ત્યાગ કરી તેમણે કાટાંળો માર્ગ સ્વીકાર્યો. સમાજનાં વિરોધસમક્ષ ઝૂક્યા વિના તે અગ્નિપથપર ચાલતાં રહ્યા. ડૉક્ટર જીવનદાતા ગણાય! વેદના દૂર કરતો જ્ઞાની! તેમણે જ્ઞાન હોડમાં મૂકી ૧૩૨ રોગીઓને અસહ્ય વેદનામાંથી મુક્ત કર્યા. વેદનાભર્યાં જીવનનો અંત આણી, નહી કે સાજા કરીને! પોતાના વિચારો યોગ્ય છે, એવી ખાતરી રાખી તેમણે સમાજનો વિરોધ પચાવ્યો. એમનાં ટિકાકારો હતા તેમ પ્રશંસકોય! જાહેરમાં ચૂપ રહેતા પ્રશંસકો ખાનગીમાં પ્રિય સ્વજનને મરણથી બદત્તર વેદનામાંથી મુક્ત કર્યા તે માટે આભારની લાગણી વ્યક્ત કરતા.
આગવા કાર્યની વિશેષતા સમજવાની ક્ષમતા ન હોવાથી સમાજે તેમનાં ભાણામાં અપમાન ને તકલીફો પીરસી. હત્યાના પ્રયાસના આરોપ હેઠળ તેમને આરોપીનાં પિંજરામાં ધકેલ્યા. ક્ષમાયાચના કરી તેમણે છૂટવાનો પ્રયાસ કર્યો નહી. આઠ વર્ષ કારાવાસ વેઠ્યો પણ નમતું જોખ્યું નહી. નવા વિચારો રજૂ કરતા દરેક માનવીને દુનિયાએ હંમેશ તકલીફ અને અપમાન બક્ષ્યાં છે. સદિઓ માટે સંભારણું બનવાની ક્ષમતા ધરાવતો વિચાર સમાજની ટૂંકી દૃષ્ટિમાં સમાતો નથી. આર્ષદૃષ્ટીને કારણે મહાનુભાવો પ્રતિગામી સમાજ કરતા વધુ જોઈ શકે છે. જૅક કેવોર્કિયન એવા મહાનુભાવ હતા. અસાધ્ય રોગની વેદનાથી છુટકારો મરણદ્વારા આપવાનો તેમનો વિચાર હવે ઇચ્છામરણ, દયામરણ, euthanasia, mercy killing, assisted death વિગેરે નામ પામ્યો છે. તે લાંબા સમયથી વિચારાધીન છે.
ડૉ. જૅક કેવોર્કિયન માટે મારા મનમાં જબરુ કુતૂહલ! તેઓ માગે તેને મોત બક્ષે છે કે કેમ તે જાણવાંની લાલસામાં હું એમની મુલાકાત ઝંખતી હતી. એ બને કે કેમ તે નહોતી જાણતી. માટે મેં ગેરીલા નીતિ અપનાવી. ફોન કરી, મેં હેલ્થ પ્રૉબ્લેમ કહી, મરણની માગણી કરી. ઝીણવટથી સવાલો પૂછી, તેમણે મારી સ્થિતી મરણને યોગ્ય નથી એમ કહ્યું. યોગ્ય સારવારની ભલામણે કરી. પછી મેં ય અસલિયત છત્તી કરી. દયામરણનો વિચાર દુનિયાભરમાં ફેલાય એ તેમનીય તમન્ના! માટે તેમણે મુલાકાત આપી – થોડીક ભારતીય ભાષાઓમાં વિગતો રજૂ કરવાની પ્રેમાળ વિનંતી સાથે! વાતનો આરંભ મારી મરણની માગણીથી થયો હોવાથી તેમણે પહેલાં માગણી નકારવાનાં ઘણાં કિસ્સા કહ્યા.
તેઓ રોગીનાં હિતનો વિચાર હંમેશ અગ્રક્રમે મૂકતા. ડૉક્ટરપાસે જતા રોગીનાં મનમાં સાજા થવાની આશા હોય છે. અસાધ્ય રોગથી પીડાતો રુગ્ણ સાજો થશે નહી, એ જાણતા એને ડૉક્ટરો પેન કિલર (વેદનાશામક દવા) આપે છે. ધીમેધીમે વેદનાશામક અસર ઓછી થાય ને રોગીની પીડા વધ્યા કરે છે, એ તે જોતા હતા. તેમણે ઘણા રુગ્ણોને ‘નથી સહેવાતું, ભગવાન ઊપાડી લે તો સારુ,’ એમ કહેતાં સાંભળ્યાં હતા. રોગી સાજો થવાની લેશમાત્ર શક્યતા ન હોય તો એના પર વેદનાભર્યું જીવન થોપવું ક્રૂર કામ છે, નહી કે કરુણા, એમ એ વિચારતા થયા. માટે વીસમી સદીનાં આઠમાં દાયકામાં એમણે દયામરણ કે euthanasia પર અભ્યાસ શરૂ કર્યો. ઘણાં પરિક્ષણ-નિરીક્ષણ કરી તેમણે જનજાગૃતીની જરૂર જોઈ. એ વિશે ઘણું લખાણ કર્યું. અસાધ્ય વેદનાથી પીડાતા રોગીને શાંતીથી મરણશરણ થવાની તક શી રીતે આપી શકાય, તે વિશે ઊંડાણમાં અભ્યાસ કર્યો.. જાતમાટે તેમણે મરણ સમુપદેશક અથવા ડેથ કાઉન્સેલર એવી અનોખી ઓળખ પ્રદાન કરી. સારવારનો અપાર ખર્ચ વેઠી વેદનાગ્રસ્ત જીવન પામવાનું તે અર્થહીન ગણતા. રોગીની ઝઝૂમવાની શક્તિ નષ્ટ થાય છતા ડૉક્ટરો સારવાર કરી પીડામય જીવન ચાલુ રાખે છે.
અસાધ્ય રોગની અકળામણથી ત્રાસેલા રુગ્ણોએ અભ્યાસ અને સંશોધનમાં એમને પ્રોત્સાહન પૂરું પાડ્યું અને ઓછી તકલીફે અને ઓછાં ખર્ચે મરણપ્રક્રિયા ઝડપી બનાવતાં બે સાધનો નિર્માણ કર્યાં. પારીવારીક જવાબદારી પૂરી થયેલ વૃદ્ધ અને અસાધ્ય રોગથી પીડાતો માનવી મરવાની ઇચ્છા પ્રગટ કરે તો તે પૂરી કરવી હિતમાં હોવાનું એ વિચારતા. છતા સમાજ આમ મરવું એ કુદરતનો વિરોધ કરવાનું પાપ ગણતો, માટે એ કહેતા, “ગઈ સદીમાં ગર્ભવતી સ્ત્રીનું બાળક અટકે તો બાળક સાથે તે મરી જતી. હવે આપણે સિઝરનો ઉપયોગ કરી મા અને બાળકને બચાવીએ છીએ.” If we can aid people coming into the world why can’t we aid them exiting the world? એમ પૂછી તે પોતાનાં કામને ફિજિશિયન આસિસ્ટેડ ડેથ કહેતા. રહી કુદરતા વિરોધ ની વાત! જન્માંધ વ્યક્તિને નેત્રદાનની મદદથી દેખતી કરવી, એ ય કુદરતનો વિરોધ છે અને મરતા દર્દીને દવા આપવી એ ય કુદરતનો વિરોધ જ છે, એમ એ ભારપૂર્વક કહેતા. નદીનો પ્રવાહ ફંટાવી કે ધરણો બાંધી કે એવી અનેક ઘટનામાં માનવી વારંવાર કુદરતનો વિરોધ કરે છે, તો અહી જ હોબાળો કેમ, સૌને અનુત્તર કરવાનો સવાલ એ પૂછતા. તેમની દલીલો યથાર્થ હોવાથી વિરોધ કરવાનું અસંભવ બને ત્યારેય બહુજન સમાજ વિરોધ ચાલુ રાખતો.
મોંઘી સારવારનું ખર્ચ વહોરી કંગાળ બનેલ અને વેદનાની પીડા અસહ્ય થયેલ મરણેચ્છુઓ માટે તેમણે બે જુદી જુદી જાતના મશીનો બનાવ્યા. એકનું નામ “Thanatron” (Death machine) જેની નળી શરીર સાથે જોડ્યા બાદ દર્દી જાતે બટન દબાવીને ઝહેરી દવા ઇંજેક્ટ કરી મૃત્યુને ભેટી શકે. બીજી સાધન-પધ્ધતી “Mercitron” (Mercy machine) માં મોં ઉપર ગેસ માસ્ક લગાવીને કાર્બન મોનૉક્સાઈડ જેવા ઝહેરી ગેસથી મૃત્યુની ગોદમાં નિરાંતે સૂઈ જવાય.. બન્ને સાધનો સસ્તા અને વેદનાવિહિન વેગીલું મરણ બક્ષવામાં તેમજ ઝડપથી આત્મહત્યા કર્યાનો પુરાવોય નષ્ટ કરવામાં સાર્થક હતાં.
ઇચ્છામરણની સંકલ્પના બુદ્ધિનિષ્ઠોને અવશ્ય સમજાતી. પણ કાયદાનાં ઘડવૈયાઓને તેમાં ઘાસ સાથે લીલોતરીય બળવાની શક્યતા દેખાતી. મરણની ઇચ્છા રોગીની છે કે જાયદાદને મોહે તેમને બાળકો યા બીજું કોઈ મજબૂર કરી રહ્યું છે, તે જાણવાનું કામ સહેલું નથી, એમ એ કહેતા. એ ભય ડૉ. કેવોર્કિયન યે જોતા. કામ કરતા પહેલા તેઓ ખાતરી કરાવી લેતા. જેમનાથી પીડા સહન નથી થતી અને જેઓ મરણમાટે તલસે છે, તેઓને રિબાવું પડે તે તેમને પસંદ નહોતું. તેઓ કહેતા “રોગી સાજો થઈ શકે તેવી એક ટકોય શક્યતા હોય તેને હું મરવામાં મદદ કરતો નથી. રોગી સાજો નહી થાય, એ ખાતરી થયા પછી જ હું એ કામ કરૂ છું. વળી મરણેચ્છુને મરવામાં કોઈ મજબૂર કરતું નથી, એનીય હું ખાતરી કરાવી લઉં છું. મારા જેવો એકલો અટૂલો કંગાળ કરી શકે છે તે કામ સરકારની મદદથી કાયદો કેમ કરી ન શકે?”
જોકે કાયદો સંમતી આપે તેની રાહ જોયા વિના જ તેમણે કામ શરૂ કર્યું હતું. ઇચ્છામરણની બધી તૈયારી ડૉ. કેવોર્કિયન કરી આપે ત્યાર બાદ અંતિમ કાર્ય રોગી જાતે કરતો. વળી હેતુપૂર્ણ આત્મઘાત હોવાનો પુરાવો ઝડપથી નષ્ટ થતો. તેથી વારંવાર હત્યાના આરોપ થયા તોય કોઈ એમને કાયદાની પકડમાં ફસાવી શક્યું નહોતું. પણ એકવાર પીડિત માટે તેમનાં મનમાં રહેતી કરુણાએ સીમા પાર કરી. જેનેટ નામની સ્ત્રી એમનું સાધન પોતે વાપરી શકતી નહોતી. એણે કરગરીને ડૉક્ટરને વિનંતી કરી. ડૉક્ટરનાં દેહમાં શ્વસતા જૅક નામનો માનવ કરુણાસક્ત થતાં એમણે હકાર ભણ્યો… કાયદાતંત્રની બારીક નજર હતી જ. જૂન ૧૯૯૦ માં જેનેટને સ્મૃતીભ્રમની બિમારી હોવાનો ફાયદો ઉઠાવી જૅક હેતુપૂર્ણ હત્યાની (First degree murder) વિકૃત ઇચ્છા બર લાવતો હતો એવો આરોપ મૂકાયો. વકીલનાં પ્રતાપે તેઓ એમાથી છૂટ્યાં. પણ એવા આરોપો વારંવાર થતા રહ્યા. દરેક લડતમાં મિત્ર કમ વકીલ જૉફરી ફાયગરનો તેમને સહકાર હતો. માટે તે નિર્દોષ છૂટતા. પણ વારંવાર થતા આરોપોએ તેમને ડૉ. ડેથ નામ અપાવ્યું. ૧૯૯૧ માં તેમનું મેડિકલ પ્રૅક્ટિસનું લાયસન્સ રદ થયું.
૧૯૯૮ ના સપ્ટેંબર મહિનાની ૧૭ તારીખે આગવી ઘટના બની. મારક રોગ Lou Gehrig’s disease નો શિકાર બનેલ મિશિગનના થૉમસ યૌક નામનાં બાવન વર્ષનાં રોગીનો મૌતને આગોશમાં લેતો વિડિઓ ઉતાર્યો. અને આ વિડિયોમાં ડૉ. કેવોર્કિયને જાતે રોગીના શરીરમાં ઝહેરી રસાયણ ઇંજેક્ટ કર્યું. નવેમ્બર ૨૨, ૧૯૯૮ ના રોજ CBS News ના અતિ પ્રચલિત 60 Minutes show ઉપર એ વિડિઓ બતાવવામાં આવ્યો. અને સાથે કાયદા અને કોર્ટને ચેલેંજ કરતો. ડૉ. કેવોર્કિયનો interview. દુનિયાભરમાં આ વાતની ચકચાર ચાલુ થઈ ગઈ અને ડૉ. ડેથ ફેમસ થઈ ગયા. માર્ચ ૨૬, ૧૯૯૯ ના રોજ ડૉક્ટર જૅક કેવોર્કિયન પર second degree murder નો આરોપ મૂકાયો delivery of a controlled substance માટે (administering the lethal injection to Thomas Youk). એપ્રિલ ૧૯૯૯ માં ડૉ. કેવોર્કિયને ૨૫ વર્ષની સજા થઈ પૅરોલની શક્યતા સહિત.
૨૦૦૬માં તેમને હૅપટાઇટિસ સી.એ પથારીમાં પટક્યા. આઠ વર્ષ, અઢી મહિનાનો કારાવાસ સહ્યા પછી ૨૦૦૭ માં તેમનાં સભ્ય વર્તનનાં માનમાં તેમને મુક્ત કર્યા. અર્થાત મરણમાં મદદ ન કરવાની શર્ત સાથે! દયામરણનાં વિચારનો પ્રચાર કરવામાં કાયદાનો વિરોધ નહોતો. માટે એમણે મુક્તી મંજૂર કરી, પ્રચારકાર્ય હાથ ધર્યું.
જેલમાંથી બહાર આવ્યા કે તરત તેમણે વેદનાપીડિત રોગીનાં સંદર્ભમાં જીવન ટૂંકાવાનો હક મળવો રહ્યો, એ વિચાર સર્વત્ર ફેલાય તે માટે હેતુપૂર્ણ કાર્યક્રમો રજૂ કરવાનો દૉર શરૂ કર્યો. જાણે આગવા આંદોલનનો વંટોળિયો ફૂંકાયો. સામયિકોમાં લેખન, આકાશવાણી તથા દૂરદર્શનપર મુલાકાતો, કૉલેજોમાં વાર્તાલાપનાં કાર્યક્રમો… દરેક રીતે તે ઇચ્છિત કાર્ય કરતા રહ્યા. દૂરદર્શનમાં સંજય ગુપ્તા તેમની મુલાકાત લેતા હતા ત્યારે તેમણે રોષભેર પૂછેલ “વેદનાગ્રસ્ત રોગી મરે કે જીવે તેની સમાજને જાણ સુદ્ધા હોતી નથી! તો કેમ એ નેક કામમાં દખલઅંદાજી કરે છે?”એ સવાલનો જવાબ ન મુલાકાત લેનાર પાસે હતો કે સમાજપાસે!
૨૦૧૦ માં એમના જીવન ઉપર “You Don’t Know Jack” નામની એક ફિલ્મ બનાવવામાં આવી. ડૉ. જૅક કેવોર્કિયનનું પાત્ર ભજવ્યુ Hollywood ના મહા નાયક Al Pacino એ અને એ ફિલ્મને Emmy and Golden Globe awards પણ મળ્યા. ફિલ્મના પ્રિમ્યેઅર સમયે ડૉ. કેવોર્કિયન રેડ કારપેટ ઉપર Al Pacino જોડે ગર્વથી ચાલ્યા..
અથક કામ કર્યે જતાં જૅકની તબિયત કથળે એ સહજ ઘટના હતી. ૧૮ મે ૨૦૧૧ રોજ એ હૉસ્પિટલાઈઝ્ડ થયા. કૃત્રિમ ઉપચાર માટે તેમણે વિરોધ કર્યો. પણ તે મનપર લેવાયું નહી. માટે કદાચ… શંકા પૂર્વગ્રહને કારણે હોય કે તેમણે સારવાર નકારી હોવાથી હોય. દુનિયાનાં રંગમંચપરથી તેમણે એક્ઝિટ લીધી, એમાં બેમત થાય નહી. તેમનાં કાયદાકિય સલાહગાર જૉફરી ફાયરનાં અભિપ્રાયમુજબ તેમનુ વ્યક્તિત્વ અત્યંત અનેરુ હતું. તીવ્ર બુદ્ધી, આત્મવિશ્વાસ, સંતુલિત વિચારપ્રણાલી અને મનને યોગ્ય લાગે તે કરવાની મક્કમતા એવો અનોખો સંગમ ભાગ્યે જ જોવાં મળે, એમ કહેતા જૉફ્રી ફાયગરએ તેમની ભાવુકતા અને સંવેદનશીલતાનો ખાસ ઉલ્લેખ કર્યો.
નવાઈની વાત છે કે સમાજ જેને સનકી હટાગ્રહી કહેતો તે ડૉ. કેવોર્કિયન કળાકારની માનસિકતા ધરાવતું અજબ રસાયણ હતા. ડૉક્ટર હોવું એ એમની બહુમુખી પ્રતિભાનું એક પાસુ હતું. તેઓ જાઝપ્રેમી હતા ને સંગીતકાર પણ! સરસ વાસળી અને ઑર્ગન વગાડનાર! આગવા કાર્યની શરૂઆત પછીય ૧૯૯૦ સુધી તેમણે ઘણાં કૉમ્પઝિશન રચ્યા. વેદનાગ્રસ્ત રુગ્ણોને વેદનામુક્તી બક્ષવાનાં કાર્યમાં જાતને ઝીંકી ન દિધી હોત તો તે વિખ્યાત સંગીતકાર બન્યા હોત.
સંગીત ઉપરાંત તેમને ચિત્રકળા અને પેંટિંગ કરવાનો શૉખ હતો. તે ઉત્તમ ઑઈલપેંટિંગ્જ કરતા. ક્યારેક નદીનાળાંનો કાદવ કે પોતાનું લોહી રંગની જગ્યાએ વાપરવાનું તેમને ગમતું, એવાં પેંટિગ્જનું અનોખું રુપ લોકોને ચકિત કરતું. ઊંચી કક્ષાનાં ચિત્રકાર તરીકેય એમની નામના હતી. સમાજે તેમનાં વિવિધ પાસાં આંખ આડે કરી કેવળ ડૉક્ટર ડેથ એ સંબોધન સ્થાપિત કર્યું. પણ રસિકોએ રૉયલ ઓક, મિશિગન માં તેમનાં ઓરીજિનલ પેંટિંગ્જ મૂકીને અરિયાના ગૅલરીની શોભા વધારી એમની કળાને અનોખી દાદ આપી. એ જ ગૅલરીને તેમનાં ચિત્રોની નકલો વેચવાનો હક મળેલ છે. બહુમુખી પ્રતિભા ધરાવતાં સ્વ. ડૉ. જૅક કેવોર્કિયન નામે અમર થયેલ મહાનુભાવને પાચમાં સ્મૃતિદિને હાર્દીક શ્રદ્ધાંજલી.
ડૉ. જૅક કેવોર્કિયનની જયંતી – ૨૬ મે ૨૦૧૬
સ્મિતા ભાગવત
મરવાનો છે પ્રસંગ અને જીવી રહ્યો છું હું,
મારા નસીબમાંથી કઝા કોણ લઇ ગયું?
મરીઝ
વાચકમિત્રો, મારા સમજવા પ્રમાણે જીવન જેટલુ જ મુત્યુ અનિવાર્ય ઘટના છે. જેમ જરુરિયાત વિનાની વસ્તુને કે રીપેર ન થઇ શકે એવી ચીજને આપણે રાખી ન મુકતા નીકાલ કરીએ છીએ . કઇક એવુ જ મારા મતે છે. ” Entry and ekit ‘મા કુદરત સમતોલન રાખે છે. વાનપ્રસ્થાશ્રમ, સમાધિ, સંથારો,હિમાલય પર હાડ ગાળવા જવુ,કે કાશીએ કરવત મુકાવવી આઇચ્છામુત્યુના પ્રકારો છે.ખાસ તો ગંભીર ને લાંબી માંદગીમા જીવન વ્યકિત ને એની આસપાસના લોકો માટે બોજો બની જાય, જીવનનો કોઇ અર્થ ન રહે ત્યારે જો દર્દી ઇચ્છેતો એને વેદનામાં મુક્ત કરવા સંમતિ આપવી જોઇએ. દયાને નામે માણસ રિબાતો હોય તો પણ એને જિવવા માટે મજબુર કરવો એ જડતા છે.
LikeLike
By: vimla hirpara on ઓગસ્ટ 26, 2016
at 11:31 એ એમ (am)
Thanks Ms. Vimala Hirpara for the comment
LikeLike
By: Smita Bhagwat on ઓગસ્ટ 26, 2016
at 9:34 પી એમ(pm)
મનસુખભાઈ,
આપનો ખૂબ ખૂબ આભાર. આપને શબ્દ્સેતુના સભ્યોનું લખાણ ગમ્યું જાણી બહુ આનંદ થયો. કેટલી કાળજી અને ચીવટથી આપે રચનાઓ વાંચી! ઉપરથી સમય કાઢીને ટીપ્પણી પણ કરી.
ધન્યવાદ – આભાર.
કિશોર પટેલ – શબ્દ્સેતુ
LikeLike
By: Shabdsetu on જૂન 6, 2016
at 10:13 પી એમ(pm)
બહુ સુંદર જાણકારી આપી છે.
સમાજનો પોતાનો કોઈ અભિપ્રાય હોતો નથી…એ ટોળાશાહીને માર્ગે વળે છે. સમાજના ઘણાં લોકો કોઈ પણ સારી વાતને કે સારા માણસને કેમ ખરાબ ચિતરવા એનાજ પ્રયાસમાં રહે છે અને એને ટેકો આપવાવાળા ટોળા પણ મળી રહે છે. આવા લોકો સમાજનું હિત નથી જોતાં, માત્ર પોતાનો અહંમજ સંતોષે છે.. ડૉ.ડેથની વિચારસરણીનો હવે ઘણાં રાષ્ટ્રો, ભારત સહિત, વિચારવા લાગ્યા છે, જે એક સારી શરૂઆત કહેવાય.
સુંદર લેખ……..
LikeLike
By: મનસુખલાલ ગાંધી, on જૂન 6, 2016
at 7:16 પી એમ(pm)
જેમને ડૉ. કેવોર્કિયન ઉર્ફે ડૉ. ડેથ વિષેની માહિતી ગમી અને તે જણાવાની જેમણે તસદી લીધી તેઓનો ખૂબ ખૂબ આભાર. સ્મિતા ભાગવત.
LikeLike
By: Smita Bhagwat on જૂન 6, 2016
at 6:28 એ એમ (am)
Thanks for sharing such detail.
LikeLike
By: Rajul Kaushik on જૂન 4, 2016
at 4:17 પી એમ(pm)
Good and informative article by Smita Bhagwat. Yes, Dr. Jack ws known as ‘Dr. Death.’ People like me who are pro-life still unable to digest this thought of killing someone. Even if the patient desired to be killed it is not the work of a doctor to kill. Doctor mean life saver. For that matter a murder of any person by any name is a murder.
LikeLike
By: Firoz Khan on જૂન 4, 2016
at 1:04 પી એમ(pm)
Would u rather live like a vegetable,force feed with iv and tubes and put
your loved ones thru torture every day. No, i refused to live like that. I have a living will and health power attorney given to my children and I DO NOT WANT MY LIFE ARTIFICIALLY PROLONGED WITH NO CHANCE OF RECOVERY. I am sure the doctors and hospitals want to
prolong your death so that can make millions of dollars from your misery.
LikeLike
By: Arvind Shah on જૂન 7, 2016
at 6:14 પી એમ(pm)
Liked the article.
In India Jains have been practicing ” ansanvrit ” if they want to end their life.
Even now on average there is 1 every week accepting ansanvrit in their last stages. Ansanvrit is not without pain and it takes courage to complete.
LikeLike
By: MERA TUFAN on જૂન 3, 2016
at 10:17 એ એમ (am)
ડોક્ટરની વાત વાંચી
હું મારા પ્ર પૌત્ર કુલદીપને કેનેડા ફોરવર્ડ કરીશ
LikeLike
By: aataawaani on જૂન 3, 2016
at 9:10 એ એમ (am)
Thanks every one who read e regarding Dr. Death and acknowledged
Smita Bhagwat
LikeLike
By: Smita Bhagwat on જૂન 6, 2016
at 10:48 એ એમ (am)