શબ્દસેતુ
સંસ્થા પરિચય
ગુજરાતી ભાષાને તાંતણે બંધાઇને આવેલ આપનુ હું હાર્દિક સ્વાગત કરું છું. પ્રેમથી આવકારું છું. શબ્દની ક્રીડા નિહારવી હોય, એનો આનંદ માણવો હોય તો આપની આ ઉડતી સફરમા અહીં થોડો વિરામ કરવો ઘટે!
આપણે બધા જ આપણી યુવાનીના દિવસોમાં કવિ દિલ હતા. દિલ ફેંક હતા. રોમાંટિક શાયરીનો શોખ રાખતા, સાહિત્ય પ્રત્યે રૂચી રાખતા. પરંતુ અહીં પરદેશમાં, કોંક્રિટના જંગલમાં, કોમ્પ્યુટરાઈઝ જીવન જીવતા, જીવનની જવાબદારીઓ નિભાવતા, યંત્રવત થઈ ગયા. ચાર હાથે ભેગુ કરવામાં પોતાને શું ગમે છે એ પણ ભૂલી ગયા. વાંચન, વિચાર વિનિમય, ચિંતન, મનન બધુ જ ફ્રિઝ થઈ ગયુ.
આજથી પંદર વર્ષ પહેલા બે ચાર મિત્રો સાથે ભેગા મળીને નિજાનંદની મસ્તી માટે “શબ્દસેતુ” નામની એક સાહિત્યિક સંસ્થા શરૂ કરી. ‘શબ્દસેતુ’ નામનું સૂચન રજનીકુમાર પંડ્યાએ કરેલું. સાહિત્ય જગતમાં ઘણું જાણીતું નામ.
શબ્દ એ વિચાર વિનિમયનુ માધ્યમ છે. મને તમને અને આપણા સહુને સાંકળતો સેતુ છે. શબ્દો બોલાય છે, સંભળાય છે, પડઘાય છે, ગુંજાય છે.
શબ્દસેતુ, એ સાહિત્યરસિકોની, એક મંડળી છે. ગુર્જરપ્રેમીઓની, એક ગોઠડી છે. મહિનામાં એક વાર વાંચવા અને વહેંચવા, આ ગુજરાતી ભાષાભોગીઓ ભેગા મળે છે અને સાહિત્યની રસલહાણ લૂંટે છે. કદિક સ્વરચિત રચના હોય, તો ક્યારેક અન્યની કૃતિ. કવિતા, ગઝલ, ગીત, વાર્તા, કે લેખ, ગમે તે હોય. સાથે બેસીને આરોગવુ અને માંણવુ એ એમનો નિયમ છે. દેશ વિદેશથી આવતા, ગુજરાતી સાહિત્યના, જ્યોર્તિધરોને, આમંત્રવા, એમનો કાર્યક્રમ યોજી, એમને માણવા, બિરદાવવા, એમનું બહુમાન કરવું, એમની પાસેથી કાંઈક શીખવું, મેળવવું, એ શબ્દસેતુનું કર્તવ્ય છે.
શબ્દસેતુ ને લઈને વર્ષો પહેલાનો જે શોખ હૈયાને એક ખૂણે ધરબાઈ ગયો હતો, મરી પરવાર્યો હતો એ ફરી સજીવન થયો અને જોતજોતામાં સભ્યોએ સારું એવું સર્જન કરી નાખ્યું. જે લખતા નહોતા એ લખતા થયા અને જે લખતા હતા એ વધારે લખવા લાગ્યા. વાંચન, વિચાર, વિનિમય વધ્યા. ભાગીદાર થવું હોય તો સંપર્ક સાંધો.
Kishore46@hotmail.com or shabdsetu@hotmail.com or kishorecanada1@gmail.com
બીજાને ગમે કે ન ગમે પણ સર્જકને એના સર્જનનો આનંદ અનેરો હોય છે.
તમને જરૂર વાંચવુ ગમશે. એ માટે તમે સભ્યોનુ સર્જન ઉપર ક્લીક કરો.
તમારુ નામ શુભેચ્છકોની યાદીમાં જોવા સંસ્થાના શુભેચ્છકો ઉપર ક્લીક કરો.
કિશોર પટેલ – શબ્દસેતુ
જાન્યુઆરી ૨૦૧૦
શબ્દસેતુ એ ટોરોન્ટો, કેનેડાના કલાનુરાગી, કલારસિકોનું એક ટોળું છે. “ફેસબુક” ના અતિ પ્રચલિત શબ્દ ‘શેર’ ને અમે અમારો મંત્ર બનાવ્યો છે. તમારામાંથી કોઈને પણ લખવા વાંચવાનો શોખ હોય, સારી ફિલ્મો જોવાનો શોખ હોય, સંગિત, ચિત્રકળા કે ફોટોગ્રાફીમાં રસ હોય, તો આ નાના અમસ્તા ટોળામાં જરૂરથી જોડાવો. સરખા રસ ધરાવતા કલાપ્રિય મિત્રો મળશે, જે મોટે ભાગે આપણા મિત્રમંડળોમાં મળતા નથી. ટૂંકમાં ગમતાનો ગુલાલ કરીએ નિજાનંદની મસ્તી કાજે.
શબ્દસેતુમાં સભ્ય બનવા માટે કોઈ પણ જાતની ફી નથી. સંસ્થાનુ કોઈ માળખું પણ નથી, બધા જ સરખા – equal footing. જે સભ્યો અવાર નવાર શબ્દસેતુ ની માસીક બેઠકમાં આવતા હોય, એમની રચના પરસ્પર સંમતિથી સુધારી મઠારીને, વારફરતી થોડા થોડા મહિનાને અંતરે, શબ્દસેતુના બ્લોગ ઉપર પોસ્ટ કરવામાં આવે છે.
દર મહિનાના બીજા રવિવારે શબ્દસેતુના સભ્યો ટોરાન્ટો, કેનેડામાં બપોરે બે થી છ નીચે જણાવેલ જગ્યાએ ભેગા મળે છે.
Dennis R. Timbrell Resource Centre – Room # 2
29 St Dennis Drive
North York, ON
M3C 3J3
Canada
Please contact – સંપર્ક સાધો
Kishore46@hotmail.com or kishorecanada1@gmail.com
કિશોર પટેલ – શબ્દસેતુ
સપ્ટેમ્બર ૨૦૧૫.
મારા બ્લૉગની મુલાકાતો લઈને મને પોરસ ચડાવ્યો છે ! વળતા વ્યવહારરુપે તો નહીં પણ સાદી ભાષામાં તમે જેને ટોળું કહીને ઓળખાવી તે તમારી સૌની સહીયારી સંસ્થા પણ જાણે મારી (નીચેની લીંકવાળી) વાતને જ પ્રગટ કરે છે. શબ્દસેતુ જેમ સાહીત્યીક કાર્યોનો સેતુ બની છે તે જ રીતે મારી કલ્પનાની સંસ્થા સાહીત્ય ઉપરાંત અનેક ક્ષેત્રોમાં સેતુરુપ કામગીરી કરી શકે છે. તમારી જ સંસ્થાના હેતુઓને હવે આટલા અનુભવ પછી સહેજ વીસ્તારી દો એટલે તે પણ વૈશ્વીક સંદર્ભે કાર્યરત થઈ શકે છે………
હું તો બહુ દુર છું તેથી માસીક સભાઓમાં હાજર રહી ન શકું પણ ક્યારેક કોઈ એજન્ડા અગાઉથી મોકલશો તો મનથી હાજરી પુરાવીને સૌને શુભેચ્છા પાઠવી શકીશ……
ખુબ આભાર, અભીનંદન અને શુભેચ્છાઓ સાથે – જુગલકીશોર.
https://jjkishor.wordpress.com/2015/09/06/samacharo-6/
LikeLike
By: jugalkishor on સપ્ટેમ્બર 6, 2015
at 9:18 પી એમ(pm)
શબ્દ સેતુ, બહુ સુંદર બ્લોગ, ખુબ ખુબ આભાર કિશોરભાઈ પટેલ આપે લીનક આપી.
હું કલાપીનો ચાહક ભાવક છું. અને ફેસબુક પર કલાપી પેજ ,https://www.facebook.com/kalapi.the.poet.of.love અને વેબસાઈટ http://kavikalapi.com પણ મેં બનાવી છે શક્ય હોય તો આપના લીસ્ટ માં સામેલ કરશો શબ્દ-સેતુ અને કલાપીના ચાહકો ને આનંદ આવશે !! આભાર
LikeLike
By: રાજેશ પટેલ on મે 14, 2015
at 7:35 એ એમ (am)
Very nice blog. Congratulations.
Gunvant Vaidya
U.K.
LikeLike
By: gunvantvaidya on મે 6, 2014
at 4:08 એ એમ (am)
Dear Kishorbhai,
Congratulations ! Enjoyed very nice Blog!!
Sudhir Parel, USA.
LikeLike
By: Sudhir Patel on માર્ચ 14, 2014
at 7:24 પી એમ(pm)
Just wondering of your organization’s various programs’ dates. If we are there at the same time & date, then we can join you. We have Gujarati Literary & Academy organization of North America. Mr. Ram Gadhavi is a president. Every two year, we has Gujarati Conference in USA with invited Gujarati Authors & Poets. – Jaswant B. Mody, Email: j.mody@aol.com (Piscataway, NJ).
LikeLike
By: Jaswant B. Mody on જાન્યુઆરી 30, 2014
at 6:46 પી એમ(pm)
“શબ્દો બોલાય છે, સંભળાય છે, પડઘાય છે, ગુંજાય છે.” અને બ્રહ્માંડમાં સચવાય છે એવું કહેવાય છે, આનંદ થયો કે આવૂ સૂદર સાઈટ ટોરોન્ટોમાં છે.
LikeLike
By: venunad on જાન્યુઆરી 30, 2014
at 10:29 એ એમ (am)
very good,
kenpatel.wordpress.com
saralhindi.wordpress.com
ગુજરાતી ભારતની રાજ્યભાષા કે રાષ્ટ્રલિપિ?
ગુજરાતી ભાષાનું અસ્થિત્વ તેની સરળ લિપિ જાળવી રાખવામાં,તેનો અન્ય રાજ્યોમાં ફેલાવો કરવામાં અને બીજી ભાષાઓ સાથે કમ્પ્યુટરમાં સરળ અનુવાદરૂપી બનાવવામાં છે. ઈન્ટરનેટ યુગમાં આ ઘણુજ સરળ છે.આપ સર્વે આ સૂચનો ઉપર વિચાર કરો અને પોતાના વિચારો રજુ કરો.
LikeLike
By: iastphonetic on નવેમ્બર 22, 2013
at 10:46 એ એમ (am)
Greetings and best wishes for this Gujarati initiative in Canada.
Fellow Gujarati from Surat -Gujarat
LikeLike
By: Jitendra Desai on જુલાઇ 16, 2013
at 12:27 એ એમ (am)
Interesting….Overseas Gujarat
LikeLike
By: Bhavesh V. Sheth on મે 17, 2013
at 4:57 એ એમ (am)
very good
LikeLike
By: devrajsinh on એપ્રિલ 24, 2013
at 3:24 પી એમ(pm)
મા બોલી તું,
ઝીલીતી પારણિયામાં પોઢી….સરસ..મા ગુર્જરીનો વૈભવ સદા ખીલતો રહે એજ અભ્યર્થના.
રમેશ પટેલ(આકાશદીપ)
LikeLike
By: Ramesh Patel on એપ્રિલ 22, 2013
at 1:59 પી એમ(pm)
Haardik Abhinandan to the Group!
LikeLike
By: ઊર્મિ on એપ્રિલ 13, 2013
at 10:37 એ એમ (am)
વિદેશમાં રહી ગુજરાતી ભાષાની સેવા કરો છો તે બદલ ધન્યવાદને પાત્ર છો.
LikeLike
By: smdave1940 on એપ્રિલ 4, 2013
at 2:32 એ એમ (am)
I love reading in gujarati very nice
Thanks
LikeLike
By: Bharat Patel on ફેબ્રુવારી 16, 2013
at 1:39 પી એમ(pm)
કેનેડામાં આપણી ગરવી ગુજરાતી ભાષાની અસ્મિતા ટકાવી રાખવાની અને એ રીતે
સાહિત્ય સેવા અવિરત પણે ચાલુ રાખવા માટે ત્યાં વસતા સૌ સાહિત્ય પ્રેમીઓને
ધન્યવાદ ઘટે છે .આપનો આ પથ નિષ્કંટક બનો એવી શુભેચ્છાઓ .
LikeLike
By: Vinod R. Patel on જાન્યુઆરી 22, 2013
at 12:13 પી એમ(pm)
“શબ્દશેતુ” ને અમારી હ્યુસ્ટન ગુજરાતી સાહિત્ય સરિતા વતી અભિનંદન સહ શુભેચ્છા પાઠવું છું.અમારી સંસ્થા છેલ્લા ૧૨ વર્ષથી ચાલે છે.અમારું ધ્યેય ગુજરાતી ભાષા,ગુજરાતી સાહિત્ય સદાય યુ.એસ.એ.માં માટે ટકી રહે, આપણી માતૃભાષા ભાવિ પેઢીમાં ટકી રહે એ હેતું સાથે અમો મહિને એક બેઠક બોલાવી છીએ.સ્થાનિક કવિઓ પોતાની સ્વરચિત રચના રજૂ કરે અને નવા ઉગતા કવિઓને પ્રોત્સાહન મળે..અમારી સંસ્થામાં અત્યારે ૧૩૦ સભ્યો છે.અમોએ ગયાં વર્ષે જ ૧૦(દશાબ્દી) ઉજવી.સ્થાનિક ગુજરાતીઓ સારો એવો સહકાર આપ્યો અને ઉમળકાભર વધાવી લીધો..અમારે બે સાઈટ છે ,સમય મળે અવલોકન કરશોજી.
http://gujaratisahityasarita.wordpress.com/
http://gujaratisahityasarita.org/
આપનો શુભેચ્છક..
વિશ્વદીપ બારડ
પ્રમૂખ
હ્યુસ્ટન ગુજરાતી સાહિત્ય સરિતા
http://www.vishwadeep.wordpress.com
LikeLike
By: વિશ્વદીપ બારડ on ઓક્ટોબર 13, 2012
at 5:22 પી એમ(pm)
How do I become member of Shabdsetu?
LikeLike
By: Suresh Shah on ઓક્ટોબર 12, 2012
at 2:38 એ એમ (am)
very nice , i love reading in gujarati ,
LikeLike
By: ashathakrar on જૂન 19, 2012
at 7:46 એ એમ (am)
Kishorbhai,
Your zeal and care is praise worthy. Wish you will continue this effort for years to come.
LikeLike
By: Harshad Patel, Madison, AL on મે 23, 2012
at 9:36 એ એમ (am)
My friend has forwarded the website and I enjoyed Gazals and several gujarati articles. You are doing valuable service to gujarati community.
With best wishes.
LikeLike
By: Harshad Patel, Madison, AL on મે 23, 2012
at 7:39 એ એમ (am)
nice blog ,congratulations
LikeLike
By: ઇન્દુ શાહ on મે 3, 2012
at 12:31 પી એમ(pm)
Kishorebhai,
Good site.
There are some like us who can not write, but enjoy the writings of people who can. You have provided a great opprtunity to them.
Good luck
Upendra Saraiya
Norwood, NJ
LikeLike
By: Upendra Saraiya on માર્ચ 14, 2012
at 9:25 એ એમ (am)
ગરવી ગુર્જરભૂમિની ધીંગીધરાના ગુજ્જુઓનું પશ્ચિમની ભૂમિ પર સાહિત્યના નિમિત્તે બનેલું આ મિલન અને સમૂહને નિહાળીને અત્યંત આનંદ થાય તે સ્વાભાવિક છે. મારા વડોદરાના આત્મીય અને મુરબ્બી શ્રી ચંદ્રકાંતભાઈ શાહે આજે મને આપના સર્જનમાંથી સિંચેલ અને વયસ્ક એવા વ્રુક્ષ્ વિષયક “શબ્દ સેતુ” સમુહનો માહિતીનો ઈ મેઈલ મોકલાવ્યો. આ અંગે મારા હૈયામાં ઉમટેલા ભાવોના ઘોડાપુરના વર્ણન કરવા મારી પાસે શબ્દો નથી.
અમે ચરોતરની ચૈતન્ય ધરાના અને અસ્સલ ગુજરાતી તળપદી ભાષાના બોલનારાઓને અહીની ભૂમિ પર આવા સમાચાર મળે તો હૈયું હાથમાં ન રહે . આપના થકી ઉદગમ પામીને સીચાયેલા આ વ્રુક્ષના છાયાનો લાભ લેવા અમે તલસી રહ્યા છે.
આપની મંડળીના સાહિત્ય રસિકોની,ટોળીમાં અમે સહભાગી સદસ્ય તરીકે લાભ લેવાનું ઇચ્છિએ છીએ. અને આ વ્રુક્ષ્ હેઠળ ગુર્જરપ્રેમીઓની ગોઠડીમાં સાહિત્યની રસલહાણ લૂંટવા માંગીએ છીએ. આપના આગવા ગુજરાતી સાહિત્યની રચનાઓને. સાથે બેસીને આરોગવા અને માણવાનો લ્હાવો લેવો છે. ગુજરાતી સાહિત્ય અને લોકસાહિત્યની રસલ્હાણમાં તરબોળ થવું છે, મસ્ત બનવું છે અને અમારા ભાથાને પણ વહેંચવું છે.
LikeLike
By: Kartik Zaveri on ફેબ્રુવારી 15, 2012
at 2:36 પી એમ(pm)
શ્રી કિશોરભાઈ,
અવારનવાર આ બ્લોગ વાચું છુ. સરસ, સુંદર છે.અભિનંદન …
મારો બ્લોગ જોઈ જવા વિનંતી ….. http://kps0715.wordpress.com/
એના જન્મ ને હજુ 15 દિવસ જ થયા છે. સમય મળે જરૂર જોજો. e-contacts મારફતે ઘણી એવી સારી માહિતિ મળતી રહે છે. જે થોડી મઠારી ને મુકાતો જાઉં છુ. મૌલિક સર્જન ધીમે ધીમે…… કિશોર શાસ્ત્રી
LikeLike
By: kps0715 on જાન્યુઆરી 14, 2012
at 12:03 પી એમ(pm)
કિશોરભાઈ,
બહુ સુંદર બ્લોગ બનાવ્યા બદ્દલ ખુબ ખુબ અભિનંદન. હું નિયમિત
વાંચવાનો આનંદ માણીશ. વાંચતી વખતે ભારતમાં હતો તે વખતની
વાતો તાજી કરવા માટે અનેક આભાર.
મારું હાઇકુ યાદ આવે છે, તે અહી મુકું છું.
વીતેલી વાતો
યાદ આવે છે આજ
પરદેશમાં
LikeLike
By: vijay joshi on ડિસેમ્બર 3, 2011
at 9:22 પી એમ(pm)
આદરણીય શ્રી કિશોરભાઈ,
બ્લોગ નું સર્જન અને સજાવટ પસંદ આવી, અને ગુજરાતી સાહિત્યમાં આજનું યુવાધન જો રસ લેવા ની શરૂઆત કારી દે તો આ સાહત્ય વારસો અવિરત જળવાતો રહેશે અને તે માટે તમરો સુંદર પ્રયાસ પણ અહીં જોવા મળ્યો… જે બદલ સર્વે સાહિત્યકાર મિત્રોને અમારા ધન્યવાદ !
LikeLike
By: અશોકકુમાર - (દાસ) -દાદીમા ની પોટલી on નવેમ્બર 14, 2011
at 6:01 એ એમ (am)
Fascinated..by..your..site..on..my..1st..visit..Vikram..V.Desai..from..Vadodara
LikeLike
By: Vikram on ઓગસ્ટ 30, 2011
at 6:21 એ એમ (am)
આદરણીયશ્રી. કિશોરભાઈ પટેલ
આપે સુંદર બ્લોગ સજાવેલ છે,
આપની લેખનશૈલી સુંદર છે,
ગુજરાતી સમાજની આ રીતે સેવા
કરતા રહો, આપ વિદેશમાં હોવા છતાં
વતનપ્રેમ આપની રચના અને ભાષામાં
દેખાય આવે છે,
આપણાં બન્નેના નામ સરખા હોવાથી
જુગલ કિશોર કહેવાયા.
ડૉ.કિશોરભાઈ એમ.પટેલ
LikeLike
By: ડૉ. કિશોરભાઈ એમ. પટેલ on ઓગસ્ટ 7, 2011
at 7:51 પી એમ(pm)
Shri Kishorbhai,
Namaskar.
I am very happy to receive your SHABDSETU via e-mail to-day. At present i came in
London for summer vacation and see my daughter. I ive in Rajkot ,( Gujarat ) India.
This is the good beginning and i wish a great success to your SHABDSETU.
With Regards.
Arvind Vora.
LikeLike
By: Arvind Babulal Vora on જૂન 16, 2011
at 6:25 એ એમ (am)
Dear Shabda Setu,
I am happily surprised, in Toronto our language and our literature is active with commitment and depth… too good… pl keep me posted – am staying in Mumbai and associated with this world only… Regards, CHINMAY
LikeLike
By: chinmay purohit on એપ્રિલ 7, 2011
at 3:29 એ એમ (am)
Please keep me in touch. Thanks.
R.Dave
LikeLike
By: Radhekant Dave on માર્ચ 12, 2011
at 9:38 એ એમ (am)
ગુજરાતી ભાષાનુ ગૌરવ વધારવા અને સાહિત્યની સેવા કરવા બ્લોગ જગતમાં આપનુ સ્વાગત છે….
LikeLike
By: Narendra Jagtap on માર્ચ 10, 2011
at 10:02 એ એમ (am)
સું…..દ……..ર……. બ્લોગ
LikeLike
By: razia on જાન્યુઆરી 29, 2011
at 9:40 એ એમ (am)
welcome to this beautiful net world… blog world.. wishing u great success…
nilam doshi
http://paramujas.wordpress.com
LikeLike
By: nilam doshi on નવેમ્બર 30, 2010
at 7:41 એ એમ (am)
Nice Blog…… Visiting for the first time…but would keep visiting often… really liked the collection…
You are heartily welcomed at…..
http://piyuninopamrat.wordpress.com/
LikeLike
By: Piyuni no pamrat ( પિયુની નો પમરાટ ) on સપ્ટેમ્બર 18, 2010
at 9:26 એ એમ (am)
ગુજરાતી મિત્રો,
આપ સહુને ખુબ ખુબ અભિનંદન .
આપે ” શબ્દ સેતુ ” પ્રદેશમાં પણ જગાવીને સાહિત્ય સર્જન
અને સાહિત્ય રસિકો માટે એક નવતર પ્રયોગ કરેલ છે તે
ગુજરાતીઓ માટે આનંદનો અવસર છે. આપને સંસ્થા
ઉતરોતર પ્રગતી સાધી ગુજરાતી ભાષાનો ઝંડો ફરકાવી
વિશ્વ નામના મેળવે એવી અભ્યર્થના .
http://swapnasamarpan.wordpress.com / ( પરાર્થે સમર્પણ )
સ્વપ્ન
LikeLike
By: પરાર્થે સમર્પણ on ઓગસ્ટ 15, 2010
at 10:56 પી એમ(pm)
આપના બ્લોગને ગુજરાતી બ્લોગ્પીડિયા બ્લોગ એગ્રીગેટર માં સામેલ કર્યો છે મુલાકાત લેશો http://rupen007.feedcluster.com/
આપને ગરવા ગુજરાતીઓનું નેટજગત ગ્રુપમાં જોડાવા આમંત્રણ છે .મુલાકાત લેશો http://groups.google.co.in/group/netjagat
LikeLike
By: Rupen patel on જુલાઇ 3, 2010
at 1:19 પી એમ(pm)
બ્લોગ જગતમાં સ્વાગત છે અને શુભેચ્છાઓ પાઠવું છું.
http://himanshupatel555.wordpress.com (my poems)
http://himanshu55.wordpress.com (translations)
તમને અને તમારા મિત્રોનુ વાંચવા સ્વાગત છે.
LikeLike
By: himanshupatel555 on જૂન 2, 2010
at 6:20 પી એમ(pm)
Dear Kishor.
My 1st visit to your Blog.
Nice Blog!
Welcome to GUJARATI WEBJAGAT !
Wishing you all the Best !
DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
http://www.chandrapukar.wordpress.com
Inviting you & your Readers to Chandrapukar !
Informed of your Blog via Amit (Saras) !
LikeLike
By: DR. CHANDRAVADAN MISTRY on મે 10, 2010
at 7:02 એ એમ (am)
warm welcome to gujarati blog world…. !
LikeLike
By: Pinki on એપ્રિલ 21, 2010
at 6:07 એ એમ (am)
બ્લોગજગતમાં સ્વાગત છે.
LikeLike
By: પંચમ શુક્લ on ફેબ્રુવારી 24, 2010
at 12:05 પી એમ(pm)