અમારુ ઘર-સંસ્થા પરિચય

શબ્દસેતુ

સંસ્થા પરિચય

ગુજરાતી ભાષાને તાંતણે બંધાઇને આવેલ આપનુ હું હાર્દિક સ્વાગત કરું છું.  પ્રેમથી આવકારું છું.  શબ્દની ક્રીડા નિહારવી હોય, એનો આનંદ માણવો હોય તો આપની આ ઉડતી સફરમા અહીં થોડો વિરામ કરવો ઘટે!

આપણે બધા જ આપણી યુવાનીના દિવસોમાં કવિ દિલ હતા. દિલ ફેંક હતા.  રોમાંટિક શાયરીનો શોખ રાખતા, સાહિત્ય પ્રત્યે રૂચી રાખતા.  પરંતુ અહીં પરદેશમાં, કોંક્રિટના જંગલમાં, કોમ્પ્યુટરાઈઝ જીવન જીવતા, જીવનની જવાબદારીઓ નિભાવતા, યંત્રવત થઈ ગયા.  ચાર હાથે ભેગુ કરવામાં પોતાને શું ગમે છે એ પણ ભૂલી ગયા.  વાંચન, વિચાર વિનિમય, ચિંતન, મનન બધુ જ ફ્રિઝ થઈ ગયુ.

આજથી પંદર વર્ષ પહેલા બે ચાર મિત્રો સાથે ભેગા મળીને નિજાનંદની મસ્તી માટે “શબ્દસેતુ” નામની એક સાહિત્યિક સંસ્થા શરૂ કરી.  ‘શબ્દસેતુ’ નામનું સૂચન રજનીકુમાર પંડ્યાએ કરેલું.  સાહિત્ય જગતમાં ઘણું જાણીતું નામ.

શબ્દ એ વિચાર વિનિમયનુ માધ્યમ છે. મને તમને અને આપણા સહુને સાંકળતો સેતુ છે. શબ્દો બોલાય છે, સંભળાય છે, પડઘાય છે, ગુંજાય છે.

શબ્દસેતુ, એ સાહિત્યરસિકોની, એક મંડળી છે. ગુર્જરપ્રેમીઓની, એક ગોઠડી છે.  મહિનામાં એક વાર વાંચવા અને વહેંચવા, આ ગુજરાતી ભાષાભોગીઓ ભેગા મળે છે અને સાહિત્યની રસલહાણ લૂંટે છે.  કદિક સ્વરચિત રચના હોય, તો ક્યારેક અન્યની કૃતિ.  કવિતા, ગઝલ, ગીત, વાર્તા, કે લેખ, ગમે તે હોય. સાથે બેસીને આરોગવુ અને માંણવુ એ એમનો નિયમ છે.  દેશ વિદેશથી આવતા, ગુજરાતી સાહિત્યના, જ્યોર્તિધરોને, આમંત્રવા, એમનો કાર્યક્રમ યોજી, એમને માણવા, બિરદાવવા, એમનું બહુમાન કરવું, એમની પાસેથી કાંઈક શીખવું, મેળવવું, એ શબ્દસેતુનું કર્તવ્ય છે.

શબ્દસેતુ ને લઈને વર્ષો પહેલાનો જે શોખ હૈયાને એક ખૂણે ધરબાઈ ગયો હતો, મરી પરવાર્યો હતો એ ફરી સજીવન થયો અને જોતજોતામાં સભ્યોએ સારું એવું સર્જન કરી નાખ્યું.  જે લખતા નહોતા એ લખતા થયા અને જે લખતા હતા એ વધારે લખવા લાગ્યા.  વાંચન, વિચાર, વિનિમય વધ્યા.  ભાગીદાર થવું હોય તો સંપર્ક સાંધો.

Kishore46@hotmail.com or shabdsetu@hotmail.com or kishorecanada1@gmail.com

બીજાને ગમે કે ન ગમે પણ સર્જકને એના સર્જનનો આનંદ અનેરો હોય છે.

તમને જરૂર વાંચવુ ગમશે. એ માટે તમે સભ્યોનુ સર્જન ઉપર ક્લીક કરો.

તમારુ નામ શુભેચ્છકોની યાદીમાં જોવા સંસ્થાના શુભેચ્છકો ઉપર ક્લીક કરો.

કિશોર પટેલ – શબ્દસેતુ
જાન્યુઆરી ૨૦૧૦

શબ્દસેતુ એ ટોરોન્ટો, કેનેડાના કલાનુરાગી, કલારસિકોનું એક ટોળું છે. “ફેસબુક” ના અતિ પ્રચલિત શબ્દ ‘શેર’ ને અમે અમારો મંત્ર બનાવ્યો છે. તમારામાંથી કોઈને પણ લખવા વાંચવાનો શોખ હોય, સારી ફિલ્મો જોવાનો શોખ હોય, સંગિત, ચિત્રકળા કે ફોટોગ્રાફીમાં રસ હોય, તો આ નાના અમસ્તા ટોળામાં જરૂરથી જોડાવો. સરખા રસ ધરાવતા કલાપ્રિય મિત્રો મળશે, જે મોટે ભાગે આપણા મિત્રમંડળોમાં મળતા નથી. ટૂંકમાં ગમતાનો ગુલાલ કરીએ નિજાનંદની મસ્તી કાજે.

શબ્દસેતુમાં સભ્ય બનવા માટે કોઈ પણ જાતની ફી નથી. સંસ્થાનુ કોઈ માળખું પણ નથી, બધા જ સરખા – equal footing. જે સભ્યો અવાર નવાર શબ્દસેતુ ની માસીક બેઠકમાં આવતા હોય, એમની રચના પરસ્પર સંમતિથી સુધારી મઠારીને, વારફરતી થોડા થોડા મહિનાને અંતરે, શબ્દસેતુના બ્લોગ ઉપર પોસ્ટ કરવામાં આવે છે.

દર મહિનાના બીજા રવિવારે શબ્દસેતુના સભ્યો ટોરાન્ટો, કેનેડામાં બપોરે બે થી છ નીચે જણાવેલ જગ્યાએ ભેગા મળે છે.

Dennis R. Timbrell Resource Centre – Room # 2
29 St Dennis Drive
North York, ON
M3C 3J3
Canada

Please contact – સંપર્ક સાધો
Kishore46@hotmail.com or kishorecanada1@gmail.com

કિશોર પટેલ – શબ્દસેતુ
સપ્ટેમ્બર ૨૦૧૫.

 

પ્રતિભાવો

  1. મારા બ્લૉગની મુલાકાતો લઈને મને પોરસ ચડાવ્યો છે ! વળતા વ્યવહારરુપે તો નહીં પણ સાદી ભાષામાં તમે જેને ટોળું કહીને ઓળખાવી તે તમારી સૌની સહીયારી સંસ્થા પણ જાણે મારી (નીચેની લીંકવાળી) વાતને જ પ્રગટ કરે છે. શબ્દસેતુ જેમ સાહીત્યીક કાર્યોનો સેતુ બની છે તે જ રીતે મારી કલ્પનાની સંસ્થા સાહીત્ય ઉપરાંત અનેક ક્ષેત્રોમાં સેતુરુપ કામગીરી કરી શકે છે. તમારી જ સંસ્થાના હેતુઓને હવે આટલા અનુભવ પછી સહેજ વીસ્તારી દો એટલે તે પણ વૈશ્વીક સંદર્ભે કાર્યરત થઈ શકે છે………

    હું તો બહુ દુર છું તેથી માસીક સભાઓમાં હાજર રહી ન શકું પણ ક્યારેક કોઈ એજન્ડા અગાઉથી મોકલશો તો મનથી હાજરી પુરાવીને સૌને શુભેચ્છા પાઠવી શકીશ……

    ખુબ આભાર, અભીનંદન અને શુભેચ્છાઓ સાથે – જુગલકીશોર.

    રક્ષાબંધન આ વખતનું……………

    Like

  2. શબ્દ સેતુ, બહુ સુંદર બ્લોગ, ખુબ ખુબ આભાર કિશોરભાઈ પટેલ આપે લીનક આપી.
    હું કલાપીનો ચાહક ભાવક છું. અને ફેસબુક પર કલાપી પેજ ,https://www.facebook.com/kalapi.the.poet.of.love અને વેબસાઈટ http://kavikalapi.com પણ મેં બનાવી છે શક્ય હોય તો આપના લીસ્ટ માં સામેલ કરશો શબ્દ-સેતુ અને કલાપીના ચાહકો ને આનંદ આવશે !! આભાર

    Like

  3. Very nice blog. Congratulations.
    Gunvant Vaidya
    U.K.

    Like

  4. Dear Kishorbhai,

    Congratulations ! Enjoyed very nice Blog!!
    Sudhir Parel, USA.

    Like

  5. Just wondering of your organization’s various programs’ dates. If we are there at the same time & date, then we can join you. We have Gujarati Literary & Academy organization of North America. Mr. Ram Gadhavi is a president. Every two year, we has Gujarati Conference in USA with invited Gujarati Authors & Poets. – Jaswant B. Mody, Email: j.mody@aol.com (Piscataway, NJ).

    Like

  6. “શબ્દો બોલાય છે, સંભળાય છે, પડઘાય છે, ગુંજાય છે.” અને બ્રહ્માંડમાં સચવાય છે એવું કહેવાય છે, આનંદ થયો કે આવૂ સૂદર સાઈટ ટોરોન્ટોમાં છે.

    Like

  7. very good,
    kenpatel.wordpress.com
    saralhindi.wordpress.com
    ગુજરાતી ભારતની રાજ્યભાષા કે રાષ્ટ્રલિપિ?
    ગુજરાતી ભાષાનું અસ્થિત્વ તેની સરળ લિપિ જાળવી રાખવામાં,તેનો અન્ય રાજ્યોમાં ફેલાવો કરવામાં અને બીજી ભાષાઓ સાથે કમ્પ્યુટરમાં સરળ અનુવાદરૂપી બનાવવામાં છે. ઈન્ટરનેટ યુગમાં આ ઘણુજ સરળ છે.આપ સર્વે આ સૂચનો ઉપર વિચાર કરો અને પોતાના વિચારો રજુ કરો.

    Like

  8. Greetings and best wishes for this Gujarati initiative in Canada.
    Fellow Gujarati from Surat -Gujarat

    Like

  9. Interesting….Overseas Gujarat

    Like

  10. very good

    Like

  11. મા બોલી તું,

    ઝીલીતી પારણિયામાં પોઢી….સરસ..મા ગુર્જરીનો વૈભવ સદા ખીલતો રહે એજ અભ્યર્થના.

    રમેશ પટેલ(આકાશદીપ)

    Like

  12. Haardik Abhinandan to the Group!

    Like

  13. વિદેશમાં રહી ગુજરાતી ભાષાની સેવા કરો છો તે બદલ ધન્યવાદને પાત્ર છો.

    Like

  14. I love reading in gujarati very nice
    Thanks

    Like

  15. કેનેડામાં આપણી ગરવી ગુજરાતી ભાષાની અસ્મિતા ટકાવી રાખવાની અને એ રીતે
    સાહિત્ય સેવા અવિરત પણે ચાલુ રાખવા માટે ત્યાં વસતા સૌ સાહિત્ય પ્રેમીઓને
    ધન્યવાદ ઘટે છે .આપનો આ પથ નિષ્કંટક બનો એવી શુભેચ્છાઓ .

    Like

  16. “શબ્દશેતુ” ને અમારી હ્યુસ્ટન ગુજરાતી સાહિત્ય સરિતા વતી અભિનંદન સહ શુભેચ્છા પાઠવું છું.અમારી સંસ્થા છેલ્લા ૧૨ વર્ષથી ચાલે છે.અમારું ધ્યેય ગુજરાતી ભાષા,ગુજરાતી સાહિત્ય સદાય યુ.એસ.એ.માં માટે ટકી રહે, આપણી માતૃભાષા ભાવિ પેઢીમાં ટકી રહે એ હેતું સાથે અમો મહિને એક બેઠક બોલાવી છીએ.સ્થાનિક કવિઓ પોતાની સ્વરચિત રચના રજૂ કરે અને નવા ઉગતા કવિઓને પ્રોત્સાહન મળે..અમારી સંસ્થામાં અત્યારે ૧૩૦ સભ્યો છે.અમોએ ગયાં વર્ષે જ ૧૦(દશાબ્દી) ઉજવી.સ્થાનિક ગુજરાતીઓ સારો એવો સહકાર આપ્યો અને ઉમળકાભર વધાવી લીધો..અમારે બે સાઈટ છે ,સમય મળે અવલોકન કરશોજી.

    http://gujaratisahityasarita.wordpress.com/

    http://gujaratisahityasarita.org/

    આપનો શુભેચ્છક..
    વિશ્વદીપ બારડ
    પ્રમૂખ
    હ્યુસ્ટન ગુજરાતી સાહિત્ય સરિતા
    http://www.vishwadeep.wordpress.com

    Like

  17. How do I become member of Shabdsetu?

    Like

  18. very nice , i love reading in gujarati ,

    Like

  19. Kishorbhai,

    Your zeal and care is praise worthy. Wish you will continue this effort for years to come.

    Like

  20. My friend has forwarded the website and I enjoyed Gazals and several gujarati articles. You are doing valuable service to gujarati community.
    With best wishes.

    Like

  21. nice blog ,congratulations

    Like

  22. Kishorebhai,

    Good site.

    There are some like us who can not write, but enjoy the writings of people who can. You have provided a great opprtunity to them.

    Good luck

    Upendra Saraiya
    Norwood, NJ

    Like

  23. ગરવી ગુર્જરભૂમિની ધીંગીધરાના ગુજ્જુઓનું પશ્ચિમની ભૂમિ પર સાહિત્યના નિમિત્તે બનેલું આ મિલન અને સમૂહને નિહાળીને અત્યંત આનંદ થાય તે સ્વાભાવિક છે. મારા વડોદરાના આત્મીય અને મુરબ્બી શ્રી ચંદ્રકાંતભાઈ શાહે આજે મને આપના સર્જનમાંથી સિંચેલ અને વયસ્ક એવા વ્રુક્ષ્ વિષયક “શબ્દ સેતુ” સમુહનો માહિતીનો ઈ મેઈલ મોકલાવ્યો. આ અંગે મારા હૈયામાં ઉમટેલા ભાવોના ઘોડાપુરના વર્ણન કરવા મારી પાસે શબ્દો નથી.
    અમે ચરોતરની ચૈતન્ય ધરાના અને અસ્સલ ગુજરાતી તળપદી ભાષાના બોલનારાઓને અહીની ભૂમિ પર આવા સમાચાર મળે તો હૈયું હાથમાં ન રહે . આપના થકી ઉદગમ પામીને સીચાયેલા આ વ્રુક્ષના છાયાનો લાભ લેવા અમે તલસી રહ્યા છે.
    આપની મંડળીના સાહિત્ય રસિકોની,ટોળીમાં અમે સહભાગી સદસ્ય તરીકે લાભ લેવાનું ઇચ્છિએ છીએ. અને આ વ્રુક્ષ્ હેઠળ ગુર્જરપ્રેમીઓની ગોઠડીમાં સાહિત્યની રસલહાણ લૂંટવા માંગીએ છીએ. આપના આગવા ગુજરાતી સાહિત્યની રચનાઓને. સાથે બેસીને આરોગવા અને માણવાનો લ્હાવો લેવો છે. ગુજરાતી સાહિત્ય અને લોકસાહિત્યની રસલ્હાણમાં તરબોળ થવું છે, મસ્ત બનવું છે અને અમારા ભાથાને પણ વહેંચવું છે.

    Like

  24. શ્રી કિશોરભાઈ,

    અવારનવાર આ બ્લોગ વાચું છુ. સરસ, સુંદર છે.અભિનંદન …

    મારો બ્લોગ જોઈ જવા વિનંતી ….. http://kps0715.wordpress.com/
    એના જન્મ ને હજુ 15 દિવસ જ થયા છે. સમય મળે જરૂર જોજો. e-contacts મારફતે ઘણી એવી સારી માહિતિ મળતી રહે છે. જે થોડી મઠારી ને મુકાતો જાઉં છુ. મૌલિક સર્જન ધીમે ધીમે…… કિશોર શાસ્ત્રી

    Like

  25. કિશોરભાઈ,
    બહુ સુંદર બ્લોગ બનાવ્યા બદ્દલ ખુબ ખુબ અભિનંદન. હું નિયમિત
    વાંચવાનો આનંદ માણીશ. વાંચતી વખતે ભારતમાં હતો તે વખતની
    વાતો તાજી કરવા માટે અનેક આભાર.

    મારું હાઇકુ યાદ આવે છે, તે અહી મુકું છું.

    વીતેલી વાતો
    યાદ આવે છે આજ
    પરદેશમાં

    Like

  26. આદરણીય શ્રી કિશોરભાઈ,

    બ્લોગ નું સર્જન અને સજાવટ પસંદ આવી, અને ગુજરાતી સાહિત્યમાં આજનું યુવાધન જો રસ લેવા ની શરૂઆત કારી દે તો આ સાહત્ય વારસો અવિરત જળવાતો રહેશે અને તે માટે તમરો સુંદર પ્રયાસ પણ અહીં જોવા મળ્યો… જે બદલ સર્વે સાહિત્યકાર મિત્રોને અમારા ધન્યવાદ !

    Like

  27. Fascinated..by..your..site..on..my..1st..visit..Vikram..V.Desai..from..Vadodara

    Like

  28. આદરણીયશ્રી. કિશોરભાઈ પટેલ

    આપે સુંદર બ્લોગ સજાવેલ છે,

    આપની લેખનશૈલી સુંદર છે,

    ગુજરાતી સમાજની આ રીતે સેવા

    કરતા રહો, આપ વિદેશમાં હોવા છતાં

    વતનપ્રેમ આપની રચના અને ભાષામાં

    દેખાય આવે છે,

    આપણાં બન્નેના નામ સરખા હોવાથી

    જુગલ કિશોર કહેવાયા.

    ડૉ.કિશોરભાઈ એમ.પટેલ

    Like

  29. Shri Kishorbhai,
    Namaskar.

    I am very happy to receive your SHABDSETU via e-mail to-day. At present i came in
    London for summer vacation and see my daughter. I ive in Rajkot ,( Gujarat ) India.
    This is the good beginning and i wish a great success to your SHABDSETU.

    With Regards.
    Arvind Vora.

    Like

  30. Dear Shabda Setu,

    I am happily surprised, in Toronto our language and our literature is active with commitment and depth… too good… pl keep me posted – am staying in Mumbai and associated with this world only… Regards, CHINMAY

    Like

  31. Please keep me in touch. Thanks.
    R.Dave

    Like

  32. ગુજરાતી ભાષાનુ ગૌરવ વધારવા અને સાહિત્યની સેવા કરવા બ્લોગ જગતમાં આપનુ સ્વાગત છે….

    Like

  33. સું…..દ……..ર……. બ્લોગ

    Like

  34. welcome to this beautiful net world… blog world.. wishing u great success…

    nilam doshi

    http://paramujas.wordpress.com

    Like

  35. Nice Blog…… Visiting for the first time…but would keep visiting often… really liked the collection…

    You are heartily welcomed at…..
    http://piyuninopamrat.wordpress.com/

    Like

  36. ગુજરાતી મિત્રો,
    આપ સહુને ખુબ ખુબ અભિનંદન .
    આપે ” શબ્દ સેતુ ” પ્રદેશમાં પણ જગાવીને સાહિત્ય સર્જન
    અને સાહિત્ય રસિકો માટે એક નવતર પ્રયોગ કરેલ છે તે
    ગુજરાતીઓ માટે આનંદનો અવસર છે. આપને સંસ્થા
    ઉતરોતર પ્રગતી સાધી ગુજરાતી ભાષાનો ઝંડો ફરકાવી
    વિશ્વ નામના મેળવે એવી અભ્યર્થના .

    http://swapnasamarpan.wordpress.com / ( પરાર્થે સમર્પણ )
    સ્વપ્ન

    Like

  37. આપના બ્લોગને ગુજરાતી બ્લોગ્પીડિયા બ્લોગ એગ્રીગેટર માં સામેલ કર્યો છે મુલાકાત લેશો http://rupen007.feedcluster.com/

    આપને ગરવા ગુજરાતીઓનું નેટજગત ગ્રુપમાં જોડાવા આમંત્રણ છે .મુલાકાત લેશો http://groups.google.co.in/group/netjagat

    Like

  38. બ્લોગ જગતમાં સ્વાગત છે અને શુભેચ્છાઓ પાઠવું છું.
    http://himanshupatel555.wordpress.com (my poems)
    http://himanshu55.wordpress.com (translations)
    તમને અને તમારા મિત્રોનુ વાંચવા સ્વાગત છે.

    Like

  39. Dear Kishor.
    My 1st visit to your Blog.
    Nice Blog!
    Welcome to GUJARATI WEBJAGAT !
    Wishing you all the Best !
    DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
    http://www.chandrapukar.wordpress.com
    Inviting you & your Readers to Chandrapukar !
    Informed of your Blog via Amit (Saras) !

    Like

  40. warm welcome to gujarati blog world…. !

    Like

  41. બ્લોગજગતમાં સ્વાગત છે.

    Like


Leave a comment