Posted by: Shabdsetu | નવેમ્બર 24, 2010

એ વતનના પ્યારને અકબંધ રાખજે

કીર્તિકાંત પુરોહિત

દેશથી ટોરોન્ટો, કેનેડા દિકરીને મળવા આવ્યા હતા.  અમારો શબ્દસેતુનો બ્લોગ એમણે વડોદરામાં જોયો.   આ ઇન્ટરનેટને લઇને ચોપડીઓ કરતા માણસોના ઘરમાં જલ્દી ઘૂસી જવાય છે.  ખરેખર, આ ઇન્ટરનેટ સીમા રહિત મોટી ખાણ છે.   એમણે વડોદરાથી મારો સંપર્ક સાંધ્યો અને અહીં ટોરોન્ટો આવીને અમારી શબ્દસેતુની માસિક બેઠકમાં ભાગ લઈ સહુ સાહિત્યરસિક મિત્રોને મળ્યા.   ખૂબ આનંદ થયો.   આ દરમ્યાન શબ્દસેતુએ જુલાઈ માસમાં ચિનુભાઈ મોદીનો ગુજરાતી મુશાયરાનો કાર્યક્રમ ગોઠવ્યો હતો એટલે એમાં પણ ભાગીદાર થયા.

કીર્તિકાંત પુરોહિત – અભ્યાસે એન્જિનિયર, વ્યવસાયે બિઝનેસમેન, ને ઉપરથી સાહિત્યના પ્રેમમાં, એટલે કવિતા કરે, ગઝલ રચે, સાથે સાથે સાંપ્રત સમાજના પ્રશ્નોને લઇને ટૂંકી વાર્તા તેમ જ લેખ, નિબંધ  પણ લખે.

એમના લેખ ગુજરાતના ઘણાં બધા મેગેઝીનમાં પ્રગટ થાય છે.  બહુમુખી પ્રતિભા ધરાવતા કીર્તિકાંતભાઈ પુરોહિતના બે પુસ્તકો પ્રકાશિત થયા છે.  એક ગઝલ સંગ્રહ અને એક કાવ્ય સંગ્રહ.  આશા રાખીએ  કે એ ટોરોન્ટો દર વર્ષે આવતા રહે.

કિશોર પટેલ.

રાખજે

વિશ્વની સાથે ભલે સંબંધ રાખજે
આગણે પાછો ફરે પ્રબંધ રાખજે

જ્યાં ગુલાંટો ખાઈ બેઠા થયા હતા
એ વતનના પ્યારને અકબંધ રાખજે

વીંટળાઈ જોખમો પગમાં નડે ભલે
તું વિસામો શોધવાનું બંધ રાખજે

એનું છે અસ્તિત્વ જો તારી હયાતિ છે
નાળ જોડી રાખજે અનુબંધ રાખજે

સળવળે માળો થતાં ચી ચી બખોલમાં
બારીઓ ખોલી હવા નિર્બંધ રાખજે

દેહ માટીનો ઘડો છે એ કબૂલ છે
પણ ઘડાને તું ટકોરાબંધ રાખજે

‘કીર્તિ’ને અપકીર્તિ બે સિક્કાની બાજુઓ
લોક ઉછાળે નહિ પ્રતિબંધ રાખજે

કીર્તિકાંત પુરોહિત.

કીર્તિકાંત પુરોહિતના સ્વમુખે આ રચના સાંભળવા અહીં ક્લીક કરો. રાખજે – કાવ્યપઠન

કેમ ના વંદેમાતરમ કહીએ,
યાર ! ધરતી અમારી માડી છે.

ખલીલ ધનતેજવી


પ્રતિભાવો

  1. આવી બહુમુખી પ્રતિભા ધરાવતા કીર્તિકાંતભાઈ પુરોહિત ને મળી ને મને પણ ખુબ જ આનંદ થયો એ પણ “વડોદરા ની બુધસભા માં”

    Like

  2. Very good Ghazal….Thorughly enjoyed it….

    Like

  3. પુરોહિત સાહેબની ટકોરાબંધ ગઝલો તો આસ્વાદ પર વાંચવા મળે છે. આજે એમનું સ્વસ્થ અને પ્રભાવી પઠન માણવા મળ્યું. વિકએન્ડ સુધરી ગયો.

    પોસ્ટ અને વિડિયો માટે આભાર, કિશોરભાઈ.

    Like

  4. Dear Uncle,
    Its simply fantastic & full of emotions.It reminds me the same feeling when I hear to EY MERE PYARE VATAN.
    SIMPLY SUPERB!!

    Like

  5. આ ગઝલ આસ્વાદ પર તો માણી જ હતી
    આજે તમારા મુખે
    સાંભળીને આનંદ થયો.

    Like

  6. very nice.
    Thanks.

    Like


Leave a comment

શ્રેણીઓ