Posted by: Shabdsetu | મે 29, 2012

સાંકળ મોકડ સિનિયર હોમમાં

સાંકળ મોકળ સિનિયર હોમમાં

કેવી મજા આપણ બેઉ, સાંકળ મોકડ રહીએ
સાંકળ મોકડ નવેસરથી ઘર ઘર રમતાં રહીએ

નાનો અમથો ઘરસંસાર, પણ કારભાર તો મોટો
ડોલરિયા દેશમાં આપણો રૂપિયો નીકળ્યો ખોટો

ત્યાંતો પહેલાં બંગલામાં રમતા સંતાકૂકડી
અહીં એક ઓરડામાં અથડાઅથડી ઝાઝી

ડાબે જમણે ઉપર નીચે ભીંતે સંઘર્યો સામાન
જે જોઈએ એ હાથવગું બધું લાગે બહું આસાન

વારાફરતી આગળ પાછળ ભઈ ડોક્ટરો બહુ દોડે
હોસ્પિટલો પણ હાથવગી ભઈ પીછો કદી ના છોડે

ઉપરથી માંદા પડવાની મજા મફતમાં માણીએ
ટગુમગુ પણ હરતાં ફરતાં નિત નવું કાંઈ જાણીએ

કાળા, ધોળા, પીળા સાથ, કઈ બોલીમાં કહુ હું કલામ
લંબાવી દોસ્તીનો હાથ, હાય બાય ને લટકતી સલામ

લોક ઉભરાય થોક થોક અહીં ચીપકાવી મહોરા
પણ ક્યાંયે નજરે ના પડે એ  ચિરપરિચિત ચહેરા

આવ્યા ને ગયા કેટલાં, ખોયા ને મળ્યા કેટલાં
થયા સ્થાનભ્રષ્ટ જેટલાં, ઊભા અડીખમ એટલાં

સાંકળ મોકડ નવેસરથી ઘર ઘર રમતાં રહીએ
એકલતાને સ્વતંત્રતા કહી મગરૂરીથી જીવીએ!

મધુરી ધનિક

આ મૂંગા શહેરમાં કોઈને કંઈ પુછાય નહીં
ને લાગણીના ચહેરાઓ ઓળખાય નહીં

જવાહર બક્ષી


પ્રતિભાવો

  1. સાંકળ મોકડ નવેસરથી ઘર ઘર રમતાં રહીએ
    એકલતાને સ્વતંત્રતા કહી મગરૂરીથી જીવીએ!

    wonderful

    Like

  2. પરમ સમીપે…

    Like

  3. પરમાત્મા બધાને હાલતા ચાલતા રાખે એજ પ્રાર્થના.
    જીવન જયારે જાય સૂકાઈ, ગીત સુધા ઝરન્તા આવો.
    માધુર્ય માત્ર જાય છુપાઈ, કરુણા વરસંતા આવો.
    રવીન્દ્રનાથ ટાગોરના ગીત નો ભાવાનુવાદ મહાદેવ દેસાઈ

    Like

  4. “સાંકળ મોકળ નવેસરથી ઘર ઘર રમતાં રહીએ
    એકલતાને સ્વતંત્રતા કહી મગરૂરીથી જીવીએ!” સરસ.
    જ્યાં રહિએ ત્યાં અંતરનો બગીચો ખીલેલો રાખનાર, હું માળી….સરયૂ પરીખ
    http://www.saryu.wordpress.com

    Like

  5. વ્યથાભરી પરિસ્થિતિને હળવાશમાં લેવાનો આનાથી વધુ સારો પ્રયાસ કેવો હોઈ શકે …??!!!!

    Like


Leave a comment

શ્રેણીઓ