ગહનતા ઘાવની માપી શકું, એવું ગજું ક્યાં છે? – અહમદ ‘ગુલ’
બહુ જ સૌમ્ય વાણી વાળા ‘ગુલ’ સાહેબ બેટલી, યુ. કે. ના એક જાણીતા અને માનિતા શાયર છે. ગુજરાતી સાહિત્ય-સર્જનની પ્રવ્રુત્તિને આગળ ધપાવવા એમણે બેટલી, યુ. કે. માં ‘ગુજરાતી રાઇટર્સ ક્લબ’ ની સ્થાપના કરી છે.
અહીં કાવ્યપઠનમાં રજૂ થતી વીડિઓ ક્લિપ્સ વાચકો સાથે વહેંચવા પૂરતી છે.
આમંત્રિત કલાકારો અથવા કોઈ પણ સભ્યને કોપી રાઈટ, માનભંગ, કે માનહાની થયાની ફરિયાદ હોય તો અમને જણાવે, અમે એ વીડિયો ક્લિપ અમારી વેબસાઇટ ઉપરથી તરત ઉતારી લઇશું.
કિશોર – શબ્દસેતુ, ટોરોન્ટો, કેનેડા
અહમદ ‘ગુલ’ના સ્વમુખે એમની ગઝલ સાંભળવા અહીં ક્લીક કરો.
એવું ગજું ક્યાં છે? – કાવ્યપઠન
ગહનતા ઘાવની માપી શકું, એવું ગજું ક્યાં છે?
વળી હર ઝખ્મ પંપાળી શકું, એવું ગજું ક્યાં છે?
સતત ઝરતી રહે છે લૂ, છતાં પણ ચાલવું તો છે,
ઘડીભર છાંયડો પામી શકું, એવું ગજું ક્યાં છે?
પડી છે વીજળી માળા ઉપર એની ખબર છે પણ,
તણખલાંઓ હવે લાવી શકું, એવું ગજું ક્યાં છે?
અમારી દુર્દશાની વાત હર મહફીલમાં ચર્ચાઇ,
જરા હું આયનો ઝાંખી શકું, એવું ગજું ક્યાં છે?
ઘણી લાંબી બની ગઇ છે હવે ઝખ્મો તણી યાદી,
બધાં નામો ભલા વાંચી શકું , એવું ગજું ક્યાં છે?
હવે એકાંતની ઝાલી જ લીધી આંગળીઓ ‘ ગુલ’
ફરીથી ભીડમાં ચાલી શકું, એવું ગજું ક્યાં છે?
અહમદ ‘ગુલ’
ઘણી લાંબી બની ગઇ છે હવે ઝખ્મો તણી યાદી,
બધાં નામો ભલા વાંચી શકું , એવું ગજું ક્યાં છે?..અતિસુંદર..
LikeLike
By: ushapatel on જાન્યુઆરી 23, 2012
at 8:02 પી એમ(pm)
ગુલ સાહેબને ડલાસમાં પ્રત્યક્ષ સાંભળ્યા હતા, તે પછી અહીં ફરી સાંભળવા મળ્યા.
બહુ જ દર્દ ભરી ગઝલ. માનવજીવનની અસહાયતાની માવજત બહુ નાજૂકાઈથી – એક નર્સ કરે તેવી રીતે કરી છે.
LikeLike
By: Suresh Jani on જાન્યુઆરી 14, 2012
at 10:35 એ એમ (am)
સુંદર મત્લા, મજાના શે’ર..અને પૂરી ગઝલ માણવા લાયક
LikeLike
By: અશોક જાની 'આનંદ' on ડિસેમ્બર 29, 2011
at 1:52 એ એમ (am)
Excellent Ghazal. But in the video where instead of “gaju ” he says ” Samay “, I think it is more explanatory. But keep it up Ahmed bhai.
LikeLike
By: Pravin Desai Markham Canada on ડિસેમ્બર 22, 2011
at 12:03 પી એમ(pm)
very nice gazal. Enjoyed.
Ramesh Patel(Aakashdeep)
LikeLike
By: nabhakashdeep on ડિસેમ્બર 11, 2011
at 12:28 એ એમ (am)
Very nice thanks.
LikeLike
By: Mera Tufan on ડિસેમ્બર 11, 2011
at 12:01 એ એમ (am)
હવે એકાંતની ઝાલી જ લીધી આંગળીઓ ‘ ગુલ’
ફરીથી ભીડમાં ચાલી શકું, એવું ગજું ક્યાં છે? beautifull
LikeLike
By: praheladprajapati on ડિસેમ્બર 10, 2011
at 7:04 પી એમ(pm)