હું વસંત છું
હું અનુભૂતિ છું
શિશિર ને ગ્રીષ્મ વચ્ચેનો
ફસાયેલો ફક્ત સમય જ નથી
મનને માંયલે મને ખોળવી પડે
ઉર ઉમંગે મને કોળવી પડે
હું પંચાંગને પાને પુરાયેલી નથી
હું તો અનુભૂતિ છું, ફક્ત સમય જ નથી
શિશુની પલકમાં, નિર્દોષ સ્મિતમાં
પાંપળે તોળાઈ રહેલ હર્ષાશ્રુમાં
પ્રિયજનની આંગળીને ટેરવે કે
અકારણ હસી પડતા હોઠ વચ્ચે
હું વસું છું
જીવનપથમાં
ક્યાંક ફૂલગુલાબી થઈ ઊગી નીકળું છું
તો કોઈની અટારીએ મોગરો થઈ મહેંકું છું
તો ક્યારેક કોઈકનું આંગણું રાતરાણી થઈ ફોરવું છું
પણ આખું ગુલમહોર તો કોના નસીબમાં હોય!
હું માત્ર સમય નથી
હું અનુભૂતિ છું
હું વસંત છું.
શાંતિલાલ ધનિક
રંગની મારે કશી પરવા નથી
એકલો ફાગણ હશે તો ચાલશે!
ભરત ભટ્ટ ‘તરલ’
નવતર અભિવ્યક્તિ
Ramesh Patel
LikeLike
By: Ramesh Patel on એપ્રિલ 22, 2013
at 1:56 પી એમ(pm)
આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના..
ફૂલો એ બીજું કૈં નથી, પગલાં વસંતના..!!
LikeLike
By: અમિત પટેલ on એપ્રિલ 6, 2013
at 2:36 એ એમ (am)
વસંતની એક સાવ નવતર અભિવ્યક્તિ. ગમી.
LikeLike
By: સુરેશ જાની on એપ્રિલ 4, 2013
at 8:47 એ એમ (am)
સરસ
LikeLike
By: kishoremodi on એપ્રિલ 3, 2013
at 5:53 પી એમ(pm)