બિસ્મીલ મન્સૂરીના સ્વમુખે એમની રચના સાંભળવા અહીં ક્લીક કરો.
વિસ્તરતો સંસાર લઈને ઉભી છું – કાવ્ય પઠન
વિસ્તરતો સંસાર લઈને ઉભી છું
સંબંધોનો ભાર લઈને ઉભી છું
રાત્રીનો ખોંખાર લઈને ઉભી છું
સ્વપ્ના અપરંપાર લઈને ઉભી છું
બે અક્ષર વચ્ચેની ખાલી જગ્યામાં
વિચારનો વિસ્તાર લઈને ઉભી છું
રંગબેરંગી મેઘધનુષની વચ્ચોવચ
મનમાં શાનો ભાર લઈને ઉભી છું
મૌન નગરના બિડાયેલા દરવાજે
શબ્દોનો આધાર લઈને ઉભી છું
સવાર સાંજની આવનજાવનમાં બિસ્મિલ
મૃત્યુનો અણસાર લઈને ઉભી છું
બિસ્મીલ મન્સૂરી
દફન કરી ન શક્યું કોઈ લાશ ‘બેદિલ’ની,
એ રોજ રોજ મરાયો જરૂરિયાત મુજબ.
ડૉ. અશોક ચાવડા
સુંદર ગઝલ..!!!
LikeLike
By: અશોક જાની 'આનદ' on માર્ચ 18, 2014
at 1:13 એ એમ (am)
ખુબજ સરસ વિચારો અને શબદોની બાન્ધ્ણી.
ફરોજ઼ ખાન
ટોરોઁટો, કેનેડા
LikeLike
By: Firoz Khan on માર્ચ 13, 2014
at 10:21 પી એમ(pm)