દશ્યના સંકોર્યા પરીઘો, મેળવ્યું શું?
દશ્યના સંકોર્યા પરીઘો, મેળવ્યું શું?
સાધનાનો પામ્યા નતીજો, મેળવ્યું શું?
શોધ તારી ને ધૂંધળો વચ્ચે પટલ પણ
જ્યાં નિહાળું જોઉં અરીસો, મેળવ્યું શું?
હાથ છેવટ મસળી રહ્યા’તા ભાગ્ય નામે
જિંદગીભર પાડી પસીનો, મેળવ્યું શું?
પીંજરે પોપટ રામનો પૂરી ભજ્યા’તા
ઉડવા એ શોધે તરીકો, મેળવ્યું શું?
બાદશાહોના વારસો પૂછે હવે તો
કઇ પ્રકારે લખવો ખલીતો, મેળવ્યું શું?
‘કીર્તિ’ના સહુ સંબંધ આખર રાખ બનતા
એક બસ જોઇએ પલીતો, મેળવ્યું શું?
કીર્તિકાન્ત પુરોહિત
બદલી શકાતું હોય તો બસ આટલું બદલાવ દોસ્ત
તું માપ દંડોનું પુરાણું કાટલું બદલાવ દોસ્ત
અલ્પેશ ‘પાગલ’
કીર્તિકાન્તભાઇની કસાયેલી કલમે એક વધુ સુંદર ગઝલ.મેળવ્યું શું ? જેવો પ્રશ્રાર્થ રદીફ વાપરીને કવિશ્રીએ જીવનના શૂન્યપણાની વાત અજાણપણે જાણે ઉજાગર કરી છે.
LikeLike
By: kishoremodi on જુલાઇ 12, 2014
at 12:11 એ એમ (am)
“પીંજરે પોપટ રામનો પૂરી ભજ્યા’તા
ઉડવા એ શોધે તરીકો, મેળવ્યું શું”
સુંદર ગઝલ. કશુ મેળવવાની ઝંખના મા માનવી જીવન જીવવાનુ ભુલી જાય છે.
LikeLike
By: શૈલા મુન્શા on જુલાઇ 10, 2014
at 9:56 એ એમ (am)
વાહ…!
કવિશ્રી કીર્તિકાન્તભાઈની કસાયેલ કલમે અભિવ્યક્ત, અત્યંત સંવેદનશીલ
પ્રશ્નાર્થ ગઝલ…
LikeLike
By: DR.MAHESH RAWAL on જુલાઇ 9, 2014
at 7:54 પી એમ(pm)
khalito means a “farman” post of a Badshah.
LikeLike
By: Kirtikant Purohit on જુલાઇ 9, 2014
at 11:11 એ એમ (am)
સરસ ગઝલે પડઘો પાડ્યો …
http://gadyasoor.wordpress.com/2014/07/09/dhundhalo_patal/
LikeLike
By: સુરેશ જાની on જુલાઇ 9, 2014
at 8:37 એ એમ (am)
[…] […]
LikeLike
By: શોધ તારી ને ધૂંધળો વચ્ચે પટલ | સૂરસાધના on જુલાઇ 9, 2014
at 8:35 એ એમ (am)
ગજબનાક કલ્પના. જીવનનું વાસ્તવિક સરવૈયું.
કમભાગ્યે , એ સફરના અંતની નજીક જ ખબર પડતી હોય છે.
શોભિત દેસાઈ યાદ આવી ગયા.
‘આકાશ તો મળ્યું પણ, ઊડી નથી શકાતું
પિંજરને તોડવામાં પાખો કપાઈ ગઈ છે.
સરવૈયું માંડી બેઠા, તો સત્ય એ મળ્યું છે.
આ જિંદગી ન ન્હોતી, છતાં જીવાઈ ગઈ છે.’
LikeLike
By: સુરેશ જાની on જુલાઇ 9, 2014
at 8:19 એ એમ (am)
very nice one
LikeLike
By: himanshupatel555 on જુલાઇ 8, 2014
at 6:48 પી એમ(pm)
હાથ છેવટ મસળી રહ્યા’તા ભાગ્ય નામે
જિંદગીભર પાડી પસીનો, મેળવ્યું શું?…સુંદર .. મજાની ગઝલ.
LikeLike
By: અશોક જાની 'આનંદ' on જુલાઇ 8, 2014
at 8:17 એ એમ (am)
શોધ તારી ને ધૂંધળો વચ્ચે પટલ પણ
જ્યાં નિહાળું જોઉં અરીસો, મેળવ્યું શું?
બહુ જ સુંદર
LikeLike
By: pareejat on જુલાઇ 7, 2014
at 11:57 પી એમ(pm)
બાદશાહોના વારસો પૂછે હવે તો
કઇ પ્રકારે લખવો ખલીતો, મેળવ્યું શું?
આ વાક્ય ન સમજાયું પણ તોયે લખાણ સુંદર રહ્યું. વાંચવાનો આનંદ
LikeLike
By: pareejat on જુલાઇ 7, 2014
at 11:57 પી એમ(pm)