છ વર્ષ વીતી ગયા પણ હજી ગઈ કાલની જ વાત હોય એમ લાગે છે. સમય સમયનું કામ કરે, સરકવાનું. આપણે આપણું કામ કરીએ, સ્મૃતિઓને સાચવવાનું.
આદિલ સાહેબ એક ઉમદા મોખરેના ગઝલકાર હતા, ગઝલ એમની ઇબાદત હતી. ગઝલની પઠનશૈલી પર એમનું પ્રભુત્વ અદભૂત હતુ. મુશાયરામાં એમને સાંભળવા એ એક લ્હાવો હતો.
આદિલ મન્સૂરીના સ્વમુખે એમની ગઝલ સાંભળવા અહીં ક્લીક કરો.
માણસ થવાનો આપ અભિનય કરી જુઓ – કાવ્યપઠન
અજવાળું રંગમંચ ઉપર પાથરી જુઓ
માણસ થવાનો આપ અભિનય કરી જુઓ
પ્રતિબિંબ આંખ ચોળતા જાગી પડે કદાચ
દર્પણના અંધકારને દીવો ધરી જુઓ
એ તો પ્રચંડ ધોધ થઈને પડ્યા કરે
ને ધોધ વચ્ચે આપણું માથુ ધરી જુઓ
દુનિયાએ કાંટા વાવ્યા છે ઘરથી કબર સુધી
ખુલ્લા પગો લઈને બને તો ફરી જુઓ
મુઠ્ઠીમાં ક્યાં સુધી તમે સંતાડી રાખશો
‘આદિલ’ આ છેલ્લો સીક્કો હવે વાપરી જુઓ
આદિલ મન્સૂરી
તું બેઠો બેઠો જન્મનાં વરસો ગણ્યા કરે,
ને મૃત્યુ તારા નામની ચાદર વણ્યા કરે.
Evergreen gazal from Adil Saheb
LikeLike
By: Raksha Patel on ડિસેમ્બર 10, 2014
at 7:00 પી એમ(pm)
waav very good maza aavI
LikeLike
By: ઇન્દુ શાહ on નવેમ્બર 26, 2014
at 6:17 એ એમ (am)
wow khoob saras gazal
LikeLike
By: sapana53 on નવેમ્બર 15, 2014
at 10:05 એ એમ (am)
ગઝલ સમ્રાટ અાદિલસાહેબની એક સુંદર ગઝલ.
LikeLike
By: kishoremodi on નવેમ્બર 6, 2014
at 8:22 પી એમ(pm)