Posted by: Shabdsetu | ડિસેમ્બર 8, 2014

આજ યમુનામાં તરી તો જા

Polluted river-bmp

આજ યમુનામાં તરી તો જા

ધરા પર અવતરી તું આજ યમુનામાં તરી તો જા
પ્રદૂષણથી હળાહળ જળ જરા નિર્મળ કરી તો જા

અકળ લીલાની તારી વાત સૂણી છે ઘણી વેળા
હવે મુરલી થકી ખંડિત વને કલસ્વર ભરી તો જા

ધરી પરવત હથેલી પર તેં ગોપાલો બચાવ્યા ‘તા
જગતના જલપ્રલય ટાણે જરીક છત્તર ધરી તો જા

ધરા આ થરથરે આજે જુલ્મ ને ત્રાસ દેખીને
અસુર કંટક હઠાવી તું ગજબ આતંક હરી તો જા

ભલે મૂરત બની તું હર મહાલયમાં વિરાજે છે
ઘડી એ સ્થાન છોડીને દલિત ઘરમાં જરી તો જા

બાબુ પટેલ​

દુ:ખી થવાને માટે કોઇ ધરતી પર નહીં આવે;
હવે સદીઓ જશે ને કોઇ પયગમ્બર નહીં આવે.

જલન માતરી


Responses

  1. Very nice poem. I can feel Yamuna ‘s pain.

    Like

  2. બાબુભાઈ,
    સરકારી ચોપડે દલીત હોનારા દલીત નથી હોતા. દિલના દરવાજા બંધ કરી દેનારા દલીત હોય છે. બાકી મહાલયમાં વિરાજમાન મુરતતો નકલી છે અસલી પરમાત્માતો, બિરજમાન થવા દિલ ખુલે તેની સદા રાહ જોતો હોય છે.

    Like

  3. દુ:ખી થવાને માટે કોઇ ધરતી પર નહીં આવે;
    હવે સદીઓ જશે ને કોઇ પયગમ્બર નહીં આવે.

    તદન સાચી વાત !

    Like

  4. Beautifully thoughful.

    Like

  5. Sad truth.

    Like

  6. સામ્પ્રત સમયને માટે સરસ ગઝલ.

    Like

  7. સરશ સંદેશ છે સમજે એને માટે. ગીતામાં જ ભગવાન ક્રૂષ્ણે કહ્યું છે કે જ્યારે ધરતી પર પાપો વધી જશે ત્યારે એ જન્મ લેશે! એ દિવસની રાહ જોઈ જોઈ…….!! આ દીશામાં મારો લેખ “શોર્ટ કટ” પણ અંગુલી નિર્દેશ કરી જાય છે. “વેબ ગુર્જરી’ પર નવલિકા વિભાગ નીચે વાંચવા મળશે.

    ચીમન પટેલ “ચમન”

    Like


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: