વાલમ મારો જાણે પહેલો વરસાદ…
મારા કમખાની કોરે ચીતરેલો મોર સખી વાલમની યાદ આવે ને ટહુકે
ને વાલમ મારો જાણે પહેલો વરસાદ કેટલી વાટ્યું જોવડાવે, ના વરસે
હું તો ઝરુખે ગાતી કોયલના કંઠમાં જાત મારી ખોતી
હું તો નેજવે પરોવી પ્રતીક્ષાના મોતી વાટ એની જોતી
ભરમની વેલીએ વીંટાળતા વૈશાખી વાયરે સખી મારું રોમરોમ સળગે
ને વાલમ મારો જાણે પહેલો વરસાદ કેટલી વાટ્યું જોવડાવે, ના વરસે
હરખાતે હૈયે એના આવવાના રસ્તે હું નજરોથી આળોટુ
આ આંખ કાઢતા અજંપાને ઓઢણીએ ગાંઠ વાળી ખોસુ
શ્રાવણીયો ઝરમર મારી આંખોમાં ઉતરેને છાતીએ મારી ઉનાળો ભડકે
ને વાલમ મારો જાણે પહેલો વરસાદ કેટલી વાટ્યું જોવડાવે, ના વરસે
આંગણથી ઉંબર સુધી લંબાતી સાંજ જયારે આથમતી
ત્યારે એના સાદના પડઘાની હેલી હું ડેલીએ સાંભળતી
એના પગરવની અટકળે આંખોની આસપાસ આશાના અજવાળા ચમકે
ને વાલમ મારો જાણે પહેલો વરસાદ કેટલી વાટ્યું જોવડાવે, ના વરસે
એક મને તડપાવે આભનો ચાંદો ને બીજો તું તડપાવે
ભીતરની પ્યાસ સજન ભાગી જાય પળમાં જો તું આવે
તારા આવવાના અણસારે એક તારો તુટેને મારા દિલમાં ચિંગારી ભડકે
ને વાલમ મારો જાણે પહેલો વરસાદ કેટલી વાટ્યું જોવડાવે, ના વરસે
દીપા સેવક
વાલમ તારે ફળિયે હું તો વહાલ થઇને વરસું,
ઝરમર ઝરમર વરસું તોયે સરવર થઇને તરસું.
નલિની માંડગાંવકર
It is great pleasure for me, you got fortunate to express your JIWANNU BHATU.
LikeLike
By: Hasmukhrai R Patel on ફેબ્રુવારી 9, 2016
at 9:44 પી એમ(pm)
આ કવિતાની બધી સરખામણી ચાતકના જેવી અનુભૂતી કરાવે છે.
LikeLike
By: kokila raval on નવેમ્બર 6, 2015
at 8:47 પી એમ(pm)
Nice poem with full of feelings..
LikeLike
By: Devika Dhruva on નવેમ્બર 6, 2015
at 7:08 પી એમ(pm)
વાહ! બહુ જ સરસ રચના, રસ લાગણીઓથી ભરપૂર.
સરયૂ
LikeLike
By: SARYU PARIKH on નવેમ્બર 6, 2015
at 9:38 એ એમ (am)
અા ગીતમાં સંવેદના ચરમ સીમા પાર ગઇ છે.અભિનંદન.
LikeLike
By: Kishore modI on નવેમ્બર 5, 2015
at 8:30 પી એમ(pm)
આભની અટારીયે ચડ્યો ચાંદલીયો, તો યે ના’વ્યો રે મારો નવલો વાલમીયો,
થાકી હું જોઈ વાટ એની વાટડીયે, આંખડીયું મારી ઊભરાય,વહાલો વાલમીયો,
સૂતાં છે પાંદડાને સૂતી વનરાઈયું, સૂઈ ગયાં સહુ જગમાંય, તો યે ના’વ્યો રે.
આવા શબ્દોવાળી મારી એક કવિતા હું પૂરી કરી નશક્યો એનુ મને દુ:ખ છે.
બાકી આ વર્ષે તો વરસાદે ભારે કરી!1
LikeLike
By: Natubhai on નવેમ્બર 5, 2015
at 6:18 એ એમ (am)
દીપાબહેન, ઘણાં દિવસે ફરી ફરી વાંચવાનું મન થાય એવી કવિતા વાંચવા મળી. ખરેખર લાગણીને વ્યક્ત કરવા શબ્દો અને પ્રતિકો ઉત્તમ પ્રકારના છે. ખૂબ ખૂબ અભિનંદન.
LikeLike
By: PK Davda on નવેમ્બર 2, 2015
at 1:45 પી એમ(pm)
ખુબ ખુબ આભાર…
LikeLike
By: Deepa Sevak on નવેમ્બર 5, 2015
at 9:00 પી એમ(pm)