Posted by: Shabdsetu | એપ્રિલ 19, 2017

વહેતા સમયની નવી દુનિયા

Dephi

માનવના સ્માર્ટ હાઉસમાં બધુ જ રિમોટ કન્ટ્રોલ
નથિંગ ઇઝ આઉટ ઑફ કન્ટ્રોલ
થર્મોસ્ટૅટ, લાઇટ, સ્ટવ, માઇક્રો, સિક્યુરિટી અલાર્મ, સ્માર્ટલૉક … ઘણું બધું
ઉપરથી પડતો બોલ ઝીલી, પૃચ્છા કરતો, વહાલસોયો, સુમધુર કંઠ

સત્તર વર્ષના માનવે પૂછ્યું: ” હાય ગુગલ, ટેલ મી ઇઝ ઇટ ગોઇંગ ટુ રેઇન ટૂડે?”
“નો, બટ ઇટ ઇઝ કોલ્ડ એન્ડ વિન્ડી” જવાબ મળ્યો
સ્કૂલે જતા પહેલા ફ્રીજમાંથી ડિનર કાઢી, માઈક્રોમાં મૂકી,
ઇ કેટલમાં પાણી ભરીને બોલ્યો: “ગુગલ, કોલ માય મોમ”
“હાય મોમ, આઇ ટુક ફોટો ઓફ યોર ચૅક ઍન્ડ ડિપોઝિટેડ ઓન લાઇન”
“ઓકે બેટા થેન્ક્સ, હેવ ફન, હેવ એ નાઇસ ડે”
“ઓકે મોમ”

રેડી થઈને માનવ ઓટોનોમસ સેલ્ફ ડ્રાઈવ “ડેલ્ફી” માં બેસી બોલ્યો:
“ટેક મી ટુ માય સ્કૂલ, મીનવાઇલ, આય વીલ સ્ટડી ફોર માય ટેસ્ટ”
“ધેર ઇઝ ટ્રૅફિક જામ ઓન સ્ટીલ્સ ઍવન્યૂ, વીલ ટેક ક્વીન સ્ટ્રીટ” જવાબ મળ્યો
“ઓકે”
ડેલ્ફી જેવી બત્રીસ કંપનીઓથી કેટલા બધા ડ્રાઇવરોની નોકરી જશે!

બપોરે સ્કૂલેથી નીકળતા માઇક્રોને ફોન કર્યો: “વૉર્મ માય ડિનર”
સ્ક્રીન પર માનવે કોઈને ઘરની બહાર ફ્લાયર નાખતો જોયો.
ઘરે આવતા પહેલા ગાડીમાંથી ઇ કેટલ અને હીટર ચાલુ કર્યા
જમીને, કોફી પી, 4K TV ઉપર Mission Impossible 10 જોવા લાગ્યો.
વહેતા સમયની નવી દુનિયા જોઈ રહ્યો હું જૂના ચશ્મે!

નિધીશ દલાલ ‘મુસાફિર

સમય ક્યારે વિસામો ખાય છે ‘અકબર’ ના જીવનમાં?
વિસર્જન થાય છે નિત, નિત નવું સર્જન કરી લઉં છું

અકબર જસદણવાલા


પ્રતિભાવો

  1. વાહ

    Like

  2. વાહ… મજા આવી.
    ગુજલિશ કવિતાનો ઉત્તમ નમૂનો.

    Liked by 1 person

  3. Enjoyed. Thanks.

    Like

  4. જમાનો એની રીતથી જ આગળ વધવાનો. આ બધી માયાજાળ છેલ્લા વીસ- પચીસ વરસની જ ને? હજી બીજા દસ જ વર્ષ જવા દો – તમારી વાત જૂનવાણી લાગશે !

    ———-
    જમાનો આપણી મરજી મુજબ નથી હેંડતો! એ તો એની મેળે જેટ ઝડપે મંગળ ભણી દોટ મેલે છે !
    Accept ‘What is.’ and ……
    Live in this moment powerfully.

    Like

  5. પરણવા તૈયારને ઘેર બેઠાં બેઠાં યોવનાઓ જોઈ નક્કી કરી શકાશે હવે!

    Like

  6. સરસ લેખ. આજના સમયના આપણા જીવનનો હૂબહૂ ચિતાર. પહેલાં માણસ તાર સાથે જોડાયેલો હતો (ટેલીફોન) વાયર સાથે જોડાયેલો હતો જ્યારે મોબાઇલ આવ્યા બાદ માનવી તાર સાથે જોડાઈ હાયો છે. ટેબલ પર કમ્પ્યુટર વાયર સાથે જોડાયલો હતો અને હવે વાયર વગરનો લેપટોપ ગોદ મા લેન બેસે છે. પોતાના સંતાનોને ઍટલો સમય ગોદ મા લેતો નહીં હાય જેટલો લૅપટૉપ ઍન લા છે. પહેલાં કુટુમ્બ સાથે જોડાયેલો હતો અને હવે વોટસઍપ, ફેસબુક અને ઍસ ઍમ ઍસ નો ગુલામ બની ગયો છે.
    ફિરોજ ખાન
    ટોરોઁટો.

    Like

  7. આ દિવસો પણ બહુ દુર નથી…પણ,પછી, (કદાચને) ગુગલને કહેશે પણ ખરા, have fun and satisfy my wife….!! (or husband….!!!)

    Like

  8. આવતીકાલની વાસ્તવિકતાનું દર્પણ આજે … સુંદર રચના

    Like


Leave a reply to મનસુખલાલ ગાંધી જવાબ રદ કરો

શ્રેણીઓ